મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ભવિષ્ય ને જોવા માટે કેટલીક વિધિઓ બતાવવામાં આવી છે જેમાંથી સમૃદ્ધ શાસ્ત્ર એ ભવિષ્ય જાણવા માટે નું પ્રાચીન વિજ્ઞાન માનવામાં આવે છે. પુરાણોમાં જાણવા મળ્યું છે કે સમુદ્ર શાસ્ત્ર અને માતા લક્ષ્મી એ ભગવાન વિષ્ણુને સંભળાવ્યું હતું. અને સમુદ્ર દેવતાની તેને સાંભળીને સમગ્ર વિશ્વમાં તેનો પ્રસાર કર્યો હતો એટલા માટે આ શાસ્ત્રને સામુદ્રિક શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
સામુદ્રિક શાસ્ત્રમાં શરીરમાં રહેલા તલ અને અમુક નિશાનીઓ નું ખૂબ જ મહત્વ હોય છે એવી જ રીતે આપણી હથેળીમાં રહેલી રેખાઓ જેવીકે ભાગ્યરેખા, મસ્તિષ્ક રેખા અને વ્યક્તિના શરીર પર રહેલા અમુક ચિન્હો પરથી વ્યક્તિના સ્વભાવ ને જાણી શકાય છે. અથવા તો આંગળીઓ ની લંબાઈ અને પહોળાઈ નખની અંદર રહેલા અમુક ચિન્હો દ્વારા પણ વ્યક્તિ ના સ્વભાવ ની ઓળખ થાય છે. અને આ બધા લક્ષણો પરથી તેનું ભવિષ્ય જાણી શકાય છે.
તો મિત્રો સમુદ્રશાસ્ત્ર પ્રમાણે આપણે આજના આ લેખમાં જાણીશું કે નખની અંદર રહેલા અર્ધચંદ્રકાર નિશાન નું મહત્વ શું છે તેના વિશે આપણે આજના લેખમાં જોઈશું. મિત્રો આ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જે લોકોની હથેળીમાં શંખ નું ચિન્હ બને છે તે લોકો ખૂબ જ ધનવાન માનવામાં આવે છે. આવા લોકોને તેમના જીવનમાં ધન સંબંધી કોઇ પણ મુશ્કેલીઓ આવતી નથી.
આ રીત ના જ હથેળીમાં માછલી આકારનો ચિન્હ પણ ખૂબ જ ભાગ્યશાળી લોકોને હોય છે અથવા તો જે લોકોની હથેળીમાં નાના મંદિર જેવી આકૃતિ બનતી હોય તેવા લોકો સમાજમાં માન અને સન્માન ખૂબ જ પ્રાપ્ત કરે છે અને આવા લોકો બુદ્ધિમાન હોવાની સાથે-સાથે એક સારા માર્ગદર્શક પણ હોય છે. મિત્રો ભાલા અને ત્રિશુલ જેવા નિશાન હથેળીમાં ખૂબ જ બહાદુર લોકોને હોય છે.
મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર નખ ઉપર જે સફેદ રંગની અર્ધચંદ્રાકાર ની આકૃતિ હોય છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો કોઈ પણ વ્યક્તિની અનામિકા આંગળી ઉપર નખમાં અર્ધચંદ્રાકાર નું નિશાન હોય છે તો આવા વ્યક્તિને સમાજમાં ખૂબ જ માન અને સન્માન મળે છે, અને આવા વ્યક્તિઓ સમાજમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે છે.
મિત્રો જે લોકોની મધ્ય આંગળી ઉપર નખમાં અર્ધચંદ્રાકાર ની નિશાની હોય છે તો મિત્રો તેવા લોકો વેપાર અને ધંધાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ હોય છે. મિત્રો જે લોકોની તર્જની આંગળી ઉપર અર્ધચંદ્રાકાર ની નિશાની હોય છે આ વ્યક્તિના જીવનમાં ધનની ખૂબ જ વૃદ્ધિ થાય છે અને આવા લોકોને વેપાર – વ્યવસાય અને નોકરીમાં ખૂબ જ સફળતા મળે છે.
આવી જ રીતે મિત્રો તમારા અંગુઠાના નખ માં અર્ધચંદ્રકાર નું નિશાન બને છે તો તે વ્યક્તિ ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને જે તે ક્ષેત્રમાં લીડર હોય છે આવા લોકો આગળ જતા એ ખૂબ જ સારા વક્તા બની શકે છે અને તેમની પ્રભાવશાળી વાણીથી બીજા લોકોને ખુબ જ પ્રસન્ન કરી શકે છે.
મિત્રો જે વ્યક્તિ ની સૌથી નાની આંગળી ઉપર અર્ધચંદ્રકાર નું નિશાન હોય છે તો મિત્રો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આવા વ્યક્તિ જીવનની દરેક તકલીફ માંથી દરેક મુશ્કેલીમાંથી આસાની થી નીકળી જાય છે અને આવા લોકો નું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે
મિત્રો એવા પણ ઘણા લોકો હોય છે જેની દરેક આંગળીઓના નખ ઉપર અર્ધચંદ્રાકાર નિશાન હોય છે તો મિત્રો શાસ્ત્ર અનુસાર આવા વ્યક્તિ પોતાની જાતે મહેનત કરીને ખૂબ જ આગળ વધે છે અને આવા વ્યક્તિ હંમેશા પોતાના જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખે છે.
જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખ તમારા મિત્રોને શેર નથી કર્યો તો હમણાં જ શેર કરી દો.