20230801 074022

ગરુડ પુરાણ માં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે મૃત્યુ પહેલા મળે છે આ 7 સંકેતો.

ધાર્મિક

મિત્રો શાસ્ત્રોમાં શ્રી ભગવાન કૃષ્ણ કહે છે આત્માને હથિયાર કાપી નથી શકતો અગ્નિ તેને સળગાવી નથી શકતી પાણી તેને પોતાનામાં સમાવી નથી શકતો અને પવન આત્માને સૂકવી નથી શકતો એટલે કે ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે મનુષ્યના શરીરમાં રહેલો આત્મા અમર છે એટલે કે તેને કોઈ મારી શકતું નથી.

પરંતુ મનુષ્યનું શરીર અમર નથી. મિત્રો ગરૂડપુરાણ અનુસાર વ્યક્તિની મૃત્યુ સમયે એવા કેટલાક સંકેતો મળે છે જેના વિશે આપણે આજના આ લેખમાં વાત કરીશું. મિત્રો દરેક વ્યક્તિનું મૃત્યું એકના એક દિવસ તો આવે જ છે મિત્રો જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વ્યક્તિ જ્યારે જન્મ લે છે,

ત્યારે તેના મૃત્યુ નો સમય અને કારણ નક્કી જ હોય છે. મિત્રો મૃત્યુ એક એવો વિષય છે જેના વિશે દરેક વ્યક્તિ જાણવાની જીજ્ઞાશા દર્શાવે છે. મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં મૃત્યુ ને લગતા ઘણા એવા ઘણા બધા રહસ્ય ને ઉજાગર કરેલા છે. મિત્રો ગરુડ પુરાણમાં જીવનથી લઈને મૃત્યુ સુધી અને,

તેના પછી આત્માની સફર બાબતે ખૂબ જ વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. ગરૂડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડ ને મૃત્યુ પછી થવા વાળી બધી જ ઘટનાઓ અને મૃત્યુ લોક ની યાતનાઓ અને સ્વર્ગ લોક પછી આત્માના પુનર્જન્મ વિષે બધી જ બાબતો ખુબજ વિસ્તારથી વર્ણવી છે.

મિત્રો પૃથ્વી ઉપર જન્મેલા દરેક વ્યક્તિ જીવન અને મરણ ના આ ચક્કર માં ફસાયેલો છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જન્મ સત્ય છે તેવી રીતે મૃત્યુ પણ શાશ્વત સત્ય છે. જેને કોઈ પણ વ્યક્તિ ઠુકરાવી ન શકે. એટલા માટે મૃત્યુ પર વિજય મેળવવો એ ખૂબ જ અશક્ય છે.

મિત્રો ઈશ્વરની ઇચ્છા વગર કોઈ પણ મનુષ્ય તેના આયુષ્ય થી વધારે એક ક્ષણ પણ જીવીત નથી રહી શકતા. મિત્રો ગરુડ પુરાણમાં મૃત્યુને લઈને કેટલાક એવા સંકેતો બતાવવામાં આવ્યા છે. મિત્રો ગરૂડપુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ તેની નજીક આવે છે,

ત્યારે વ્યક્તિ નો પડછાયો તેનો સાથ છોડી દે છે મિત્રો આવા વ્યક્તિઓને તેલ અને પાણી માં તેમનો પડછાયો દેખાતો નથી. જો મિત્રો કોઈ પણ વ્યક્તિને આવા સંકેતો થાય છે તો તેમને સમજી લેવું જોઈએ કે તેમના જીવનનો અંતિમ સમય નજીક આવી ગયો છે. ત્યાર પછી કોઇપણ વ્યક્તિની તેનું મૃત્યુ નજીક આવી ગયું હોય તો,

તેણે તેના પિતૃઓ તેની આસપાસ નજર આવે છે. મિત્રો આ સમયે વ્યક્તિને તેની આસપાસ તેના પિતૃઓ ના પડછાયા દેખાય છે. મિત્રો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ જ્યારે નજીક આવે છે ત્યારે તેના શરીરમાંથી તેને કંઈક અજીબ પ્રકારની ગંધ આવતી હોય છે આ ગંધની સૂંઘીને કંઈક અલગ જ આવતી હોય એ સમજી લેવું જોઈએ કે તેનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે

મિત્રો ગરુડ પુરાણમાં આવા સંકેતો જણાય તો તે વ્યક્તિનું મૃત્યુ નજીક આવી ગયું છે તેવું સમજવું જોઈએ. મિત્રો ગરુડપુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનું શરીર પીળું અને હલકા લાલ રંગનું થઈ જાય છે. અને સાથે જ અંદરથી શરીર બળવા લાગે છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેને ચંદ્ર માં અને સૂર્યની રોશની દેખાવાની બંધ થઈ જાય છે. અને ઘણીવાર તેને ચંદ્ર તૂટેલો નજર આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે જીભ થોડી જાડી થઈ જશે નાક અને મોઢું ખૂબ જ સખત થઇ જાય છે અને તેમાંથી એક અજીબ પ્રકારની ગંધ આવે છે.

અને સાથે જ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની આંખો એકદમ કમજોર થઈ જાય છે. અને તેની આસપાસ બેઠેલા લોકો પણ તેને દેખાતા નથી મિત્રો ગરુડ પુરાણ અનુસાર આવા સંકેતો મૃત્યુ પહેલાં વ્યક્તિને આવતા હોય છે. મિત્રો જે વ્યક્તિ તેના જીવનમાં સારા કર્મ કર્યા છે જે ને જીવનમાં પુણ્ય કમાયુ છે તેવા લોકોને જ્યારે મૃત્યુ નજીક આવે છે,

ત્યારે તેમને એક દિવ્ય રોશની દેખાવા લાગે છે. અને આવા વ્યક્તિઓ મૃત્યુથી ગભરાતા નથી. પરંતુ જ્યારે કોઈપણ વ્યક્તિ તેના જીવનમાં પાપ કર્યા છે આવા લોકોને જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે ભયંકર રૂપ વાળા યમદૂતો દેખાવા લાગે છે.. વ્યક્તિ આવા સંકેતો વ્યક્તિ ને મૃત્યુ પહેલા મળે છે ત્યારે સમજી લેવું જોઈએ કે તેમનો અંત સમય નજીક આવી ગયો છે.

જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ ઉપાય તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો હમણાં જ શેર કરી દો.