મોરપીંછ ને તો ભગવાન શ્રી કૃષ્ણ ને તેમના મસ્તક પર સ્થાન આપેલું છે કેમ કે મોરપીંછ આ ખુબજ પવિત્ર છે. મોરપીંછ ને જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર માં પણ મહત્ત્વ નું સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો આજે અમે તમને જણાવીશું મોરપીંછ ના આવા ઉપાયો કે જેના વડે તમે તમારા ઘરમાં, ધંધામાં કે તમારા દામ્પત્ય જીવન માં આવેલી સમસ્યાઓ દૂર કરી શકશો. જેથી તમારા ઘરમાં ખુશીઓનો પાર નહીં રહે.
ચાલો હવે જાણીયે વિષ્ણુ પ્રિયા મહાલક્ષ્મી જી ને પ્રસન્ન કરવાના ઉપાયો તે પણ એક મોરપીંછ વડે. આ ઉપાય અપનાવો અને તમારા દુઃખ અને દરિદ્રતા દૂર કરી શકશો અને ધન્ય બની જાવો. જય માં લક્ષ્મીજી. જય હો ધનના દેવતા કુબેર ભંડારી.
જો તમે પૂરતી મહેનત કરતા હોય છતાં જો તમને સફળતા ન મળતી હોય તો અને ધંધા માં વધુ મહેનત કરવા છતાં તમને બરકત ના રહેતી હોય તો જરૂર એકવાર કરો આ મોરપીંછ નો ઉપાય. એક મોરપીંછ લો અને તે મોરપીંછને તમારા બેડરૂમમાં દક્ષિણ પૂર્વ ખુણામાં કોઈ બીજું વ્યક્તિ ના જોઈ શકે તેવી રીતે રાખીલો. આ ઉપાય કરશો તો તમારી મહેનતનું મીઠું ફળ પ્રાપ્ત કરી શકશો.
તમારા ઘરમાં આવતા બીજા લોકોની નકારાત્મક નજર ના પડે તેના માટે 2 મોરપીંછ લો અને તેને દરવાજા માં આવી રીતે લગાડો કે તમારા ઘરમાં પ્રવેશ કરતા જ આવનાર લોકોની નજર તે મોરપીંછ પર પડે એવું કરશો તો તમારા ઘર પર કોઈ ની નકારાત્મક નજર નહીં પડે અને તમે ઉત્તરોતર પ્રગતિ કરશો અને નવા કયો માં સફળતા પ્રાપ્ત થશે. અને ધન દેવતા કુબેર ભંડારી અને લક્ષ્મીજી ને પ્રસન્ન કરી શકશો..
જો ઘરમાં પૈસા ઠકતા ના હોય, તમે કામ કરી કરીને થાકી ગયા છો અને ઘરમાં અશાંતિ છે તો અપનાવો આ ઉપાય તમે થઈ જશો માલામાલ. તેના માટે તમારે અગિયાળ મોરપીંછ લેવાના છે અને તેને લાલ નરાસડી વડે બાંધી દેવા અને તેના વડે તમારા ઘરમાં ભગવાન નું મંદિર છે તેમા રાખવું એવું કરશો તો તમે તમારો કમાયેલો પૈસા સાચવી શકશો અને માતા લક્ષ્મીજી અને ધન દેવતા કુબેરજી ને પ્રસન્ન કરી શકશો. જેથી તમારા ઘરમાં ખુશીનો પાર નહીં રહે.
દોસ્તો અમે તમને જે ઉપાયો બતાવ્યા તે પૂરેપૂરી શ્રદ્ધા પૂર્વક કરશો તો તમે 100 % ફાયદો થશે. અને તમારા દરેક કર્યો માં સફળતા પ્રાપ્ત થશે. અને મિત્રો ખાસ તમને જણાવાનું કે આ આર્ટિકલ્સ તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર Share કરો જેથી તે લોકો પણ તેમને ઘન કે નોકરી-ધંધા ની સમસ્યાઓ માંથી છૂટકારો મેળવી શકે અને સુખી જીવન જીવી શકે.