મિત્રો જો તમારા ઘરમા પણ પૈસા ટકતા ન હોય તો અને પૈસા તો તમારા ઘરે આવે છે પરંતુ વધારે ને વધારે ખર્ચા થઈ જાય છે. તમારા ઘરમા દુખ અને દરિદ્રતા આવી રહી છે તો ખાસ મિત્રો આજે શુક્રવારના દિવસે ખાસ એવા અમે તમને ઉપાય બતાવીશું જે કરવાથી તમારા ઘર પરિવાર માં સુખ અને સમૃદ્ધિ બની રહેશે.
મિત્રો આ ત્રણ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને તમારા ઘરમા અઢળક ધન આવશે. અને તમારા ઘરમાં રહેલ વાસ્તુદોષ અને પિતૃદોષ દૂર થશે. અને ગરીબાઈ અને દુઃખ દરિદ્રતા નો અંત થશે. અને તમને એવુ લાગે છે કે તમારા ઘરે પૈસા તો આવે છે પરંતુ તે ટકતા નથી તો ખાસ આ ઉપાય કરી નાખો જેનાથી તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે.
મિત્રો હિન્દુ ધર્મમાં બધા જ દિવસોમાં પોતાનું અલગ જ મહત્વ છે. કારણ કે દરેક દિવસ નો અર્થ અલગ હોય છે. આનું કારણ એ હોય છે કે દરેક દિવસ કોઈ દેવતા ને અર્પણ હોય છે. તેવી જ રીતે શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એટલા માટે ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે આ ઉપાય ખાસ કરી નાખો.
મિત્રો શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી તેના જીવનમાં ધનની સમસ્યા હમેશા માટે દૂર થાય છે અને તેમના ઘરમા સુખ સમૃદ્ધિ આવે છે. શાસ્ત્ર મા લખ્યું છે કે કેટલાક ઉપાય કરવાથી માનવજીવન મા કોઈ જ મુશ્કેલી નથી નડતી.
મિત્રો કમળનું ફૂલ માતા લક્ષ્મીને ખુબ જ પ્રસન્ન છે તેથી આ સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. જો કમળ ન મળે તો તેના પાંદડા માતા લક્ષ્મીજી ને તમે અર્પણ કરી શકો છો . અને સફેદ વસ્તુઓ પણ માતા લક્ષ્મી ને ખુબ જ પ્રિય છે
તેથી માતા લક્ષ્મીજી ને દૂધથી બનેલું ભોજન અર્પણ કરવું જોઈએ. આથી લક્ષ્મી માતા ખૂબ જ ખુશ થાય છે અને આ દિવસે ઘરે થી નિકળતા પહેલા દહીં ખાસ ખાવું જોઈએ. એટલા માટે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવી અને ખીર બનાવી અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમારા ઘરમા સુખ સમૃદ્ધિ આવે છે
મિત્રો શુક્રવાર ના દિવસે એક પીળા રંગનું કાપડ લો અને તેમા એક રુપિયા ના પાંચ સિક્કા અને થોડું કેસર લઈને તેની પોટલી બનાવી લો. અને તેને તમારી તિજોરીમા લોકર માં રાખી દો. મિત્રો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ થોડા દિવસમાં સમાપ્ત થઈ જશે. અને આ દિવસે સફેદ વસ્તુ ગરીબોને દાન કરવાથી તમારી બધી સમસ્યાઓ નાશ પામે છે.
મિત્રો સફાઈ કરવાનું અચૂક રાખવું જોઇએ. શુક્રવાર ના દિવસે તમારા ઘરમાં સાફ સફાઇ કરવી જોઈએ અને ઘરને સ્વચ્છ રાખવું જોઇએ. કારણ કે આ દિવસે માતા લક્ષ્મી નો ખાસ દિવસ છે. પરંતુ જે ઘરમાં સાફ સફાઈ નહી હોય ત્યાં મા લક્ષ્મી વાસ કરતા નથી અને ઘર પરિવાર માં દુખ અને દરિદ્રતા આવે છે.
મિત્રો તમે ખાસ આ ઉપાય શુક્રવારના દિવસે કરી નાખજો તમારા ઘરમા અઢળક ધન આવશે. એના માટે તમારે એક લાલ કાપડ નવુ લેવાનુ છે. અને તેમા બે લવિંગ અને ત્રણ એલચી રાખી દો. અને તેની પોટલી વારી ને તમારા ઘરની તિજોરી મા રાખી દો. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિનો નાશ થશે અને અઢળક ધન આવશે.
જો તમે આવા જ અવનવા કેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ લેખ ગમ્યો હોય તો તમારા મીત્રોને શેર કરવાનું ભૂલતા નહીં..