20230805 121455

મની પ્લાન્ટને લાગતો આ નિયમ તમને કરી શકે છે માલામાલ. સફળતા સામેથી દોડીને આવશે.

ધર્મ

મિત્રો ઘરની સુંદરતામાં વધારો કરવા માટે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવા માટે વ્યક્તિઓ તેમની બાલ્કનીમાં અને ઘરમાં અલગ અલગ પ્રકારના ફુલછોડ રાખે છે. અને આ સાથે જ ઘણા લોકો તેમના ઘરમાં અને બાલ્કનીમાં મની પ્લાન્ટ લગાવતા હોય છે.

મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મની પ્લાન્ટ ખૂબ જ પવિત્ર અને શુભ પ્લાન્ટ માનવામાં આવે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને મની પ્લાન્ટ વિશે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મની પ્લાન્ટ ધનની વૃદ્ધિ કરવા વાળો પ્લાન્ટ માનવામાં આવે છે.

મિત્રો એક એવી માન્યતા છે કે મની પ્લાન્ટ ને ખરીદીને ન લગાવવો જોઈએ. મની પ્લાન્ટ ને હંમેશા ચોરી કરીને લગાવવું જોઈએ. એવી વાસ્તુશાસ્ત્રમાં માન્યતા છે. અને એવી માન્યતા છે કે મની પ્લાન્ટ આપણા ભાગ્યને પણ ખુબ જ બળવાન બનાવી દે છે.

મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મની પ્લાન્ટ ને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. મિત્રો આ દિશા ભગવાન ગણપતિની દિશા માનવામાં આવે છે. અને આ દિશામાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આપણું ભાગ્ય બદલાઇ જાય છે. મિત્રો ઘરની આ દિશામાં તમે મની પ્લાન્ટ લગાવો છો તો તમારી કિસ્મત ખુલી જાય છે.

મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ તમારે મની પ્લાન્ટ દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. મિત્રો મની પ્લાન્ટ ના છોડ ને બુધવારના દિવસે ઘરે લાવીને તેને રોપવાથી ખૂબ જ શુભ પરિણામ મળે છે. ભૂલથી પણ મિત્રો મની પ્લાન્ટ ને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખીશું તો આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ મોટી અસર પડે છે.

અને સાથે જ આપણા ઘર પરિવારમાં પણ સ્વાસ્થ્યની અસર જોવા મળે છે. મિત્રો તમને તમારા જીવનમાં ધન સંબંધિત અનેક મુશ્કેલી સતાવતી હોય તો, વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરમાં રહેલ મની પ્લાન્ટ ના છોડ માં એક લાલ કલરની રીબીન બાંધવી જોઈએ.

અને સાથે જ આ પ્લાન્ટની માટીમાં એક મુઠ્ઠી ચોખા દબાવી દેવા જોઈએ. અને સાથે જ જો તમે ઇચ્છો છો તો જ્યારે પણ તમે પ્લાન્ટને પાણી આપો છો ત્યારે એક ચમચી દૂધ અર્પણ કરવું જોઇએ. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે,

અને સાથે જ તમારા જીવનમાં આવનાર દરેક ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો તમારા ઘરે લગાવેલ મની પ્લાન્ટ જો જમીન તરફ ફેલાય છે. તો આવું ન થવા દેવું જોઈએ. આવું થવાથી તમારું ધન વ્યર્થ ખર્ચાઓમાં જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર,

મની પ્લાન્ટ ને હંમેશા દોરી ની મદદથી ઉપરની તરફ જવા દેવો જોઈએ. મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ આ ઉપાયો કરવાથી તમે તમારા જીવનમાં અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરી શકો છો.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.