આજકાલ લોકો પૈસાની તંગીથી ખુબજ પરેશાન છે. વધુ પડતા મોજ શોખ અને રહેણીકરણી માં ખુબજ પૈસા વપરાય જાય છે.એકબીજા ના દેખાદેખી રહેવાથી પૈસાની જરૂર વધુ રહે છે તેથીપૈસા કમાવાની વધારે અવશક્યતા રહે છે. પરંતુ જેના નસીબ માં શુક્ર ગ્રહ ની દશા સારી હોય તેવી વ્યક્તિ વધારે સુખ સાયબી અનુભવે છે. પણ શુક્ર ગ્રહ ની દશા ખરાબ હોવાના કારણે પૈસા ની તંગી જોવા મળે છે.
ચાલો,જાણીએ પૈસાની તંગી દૂર કરવાના ઉપાયો
જે લોકોને પૈસાની તંગી હોય તેવા લોકોએ શુક્રવારના દિવસે એક કટોરીમાં 10 નંગ ઇલાયચી અને કપૂર મિક્સ કરીને સળગાવવા થી પૈસા ની તમામ સમસ્યા દૂર થાય છે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠીને સ્નાન કરીને આ કામ કરવું જોઈએ.આ કામ શુક્રવારે કરવું જોઈએ. તે દિવસે મહાલક્ષ્મી નો વાર ગણાય છે.
સૂર્ય ઉગે તે સમયે આ કામ કરવાથી પૈસાની તમામ તકલીફ દૂર થાય છે.આ ઉપાય ઘરની સ્રી અથવા પુરુષ પણ કરી શકે છે. તેને સળગાવીને શ્રી મહાલક્ષ્મી નો મંત્ર ૐ શ્રીમ શ્રીમ નમઃ આ મંત્ર નો જ્યાં સુધી ઇલાયચી પૂરેપૂરી સળગી ન જાય ત્યાં સુધી આ મંત્ર બોલવો. તે સમયે આપણને પૈસા સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો તેનો મનમાં વિચાર કરીને મહાલક્ષ્મી ને પ્રાથના કરવી જોઈએ. શુક્રવાર ના દિવસે આ ઉપાય કરવાથી થોડા દિવસો માં પૈસા ની તંગી દૂર થાય છે.આ ભભૂત નો કપાળમાં તિલક કરવાથી દરેક સમસ્યા દૂર કરી શકાય છે.અને ધન આવવાની શરૂઆત થાય છે.
રોજ સવારે ધનલક્ષ્મી ની પૂજા કરવાથી પૈસા ને લગતી તંગી દૂર થાય છે તથા પૈસા ને લગતી તમામ સમસ્યા દૂર કરી શકાય છે. ધનતેરસના દિવસે ધનની પૂજા તથા મહાલક્ષ્મી ની પૂજા કરીને ધનવાન બની શકાય છે. કોઈપણ પ્રકારનું દાન કરવાથી પુણ્ય મળે છે જેના લીધે પાપો નાશ થાય છે અને સદાય લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. પક્ષીઓ ને દાણા,કીડીઓ એ લોટ અને ભૂખ્યા ને ભોજન આપવાથી પુણ્ય થાય છે અને પૈસાની તંગી દૂર કરી શકાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.