દોસ્તો આદુનો ઉકાળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આદુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આદુ નો ઉપયોગ આપણે ચા બનાવવા માં કરીએ છીએ. દાળ શાક બનાવવામાં પણ આદુ નો ઉપયોગ થાય છે.
તેથી આદુના ઉકાળાનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. આદુમાં કેલ્શિયમ, આયર્ન, કોપર, મેગ્નેશિયમ અને ઝિંક જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
આ ઉપરાંત આદુ એન્ટીઓક્સીડેન્ટ્સનો પણ સારો સ્ત્રોત છે. જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે પરંતુ ઉનાળાની ઋતુમાં આદુનો ઉકાળો વધુ માત્રામાં ન લેવો જોઈએ, કારણ કે આદુની તાસિર ગરમ હોય છે.
તેથી એક દિવસમાં આદુના ઉકાળાના એક કપથી વધુ સેવન ન કરવું જોઈએ. હવે ચાલો આપણે જાણીએ કે આદુના ઉકાળાનું સેવન કરવાથી કયા કયા રોગોને દૂર કરી શકાય છે.
આદુના ઉકાળાનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુનો ઉકાળો પીવાથી ઝાડા અને પેટના દુખાવા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે અને પાચનક્રિયા પણ સુધરે છે. આ સાથે આદુના ઉકાળાના સેવનથી ફૂડ પોઈઝનિંગના લક્ષણો પણ દૂર થાય છે.
સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે તમે આદુના ઉકાળોનું સેવન કરી શકો છો. કારણ કે આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે દર્દ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
આદુના ઉકાળાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. આદુમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણોને કારણે તેનું સેવન તમને કોઈપણ પ્રકારના વાયરલ1 ઈન્ફેક્શનનો શિકાર થવાથી બચાવી શકે છે.
જો કોઈને શરદી અને ઉધરસની ફરિયાદ હોય તો તેણે આદુનો ઉકાળો લેવો જોઈએ. કારણ કે તેના સેવનથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. સાથે જ જો કોઈને ગળામાં ખરાશ કે કફની ફરિયાદ હોય તો તેનાથી પણ છુટકારો મળે છે.
આદુનો ઉકાળો લેવાથી માથાનો દુખાવો મટે છે. કારણ કે આદુમાં એન્ટી-માઈક્રોબાયલ ગુણ જોવા મળે છે, જે માથાનો દુખાવો ઓછો કરવામાં મદદગાર સાબિત થાય છે.
જે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે તેમના માટે આદુના ઉકાળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આદુના ઉકાળાના સેવનથી પેટના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળે છે.