IMG 20220131 WA0010

માથાના દુખાવાથી આડઅસર વિના મળશે છુટકારો, માત્ર 2 જ મિનિટમાં દેખાવા મળશે પરિણામ, ખાલી આટલું કરો.

ધર્મદર્શન

દોસ્તો માથાનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, જે મોટાભાગના લોકોને હેરાન કરતો હોય છે. માથાનો દુખાવો થવાના મુખ્ય કારણો ટેન્શન, માઇગ્રેન અને સાઇનસ હોઈ શકે છે. આ સિવાય માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે રક્ત વાહિનીઓમાં તાણ, વધુ પડતું ધૂમ્રપાન, વધુ પડતી ઊંઘ, વધુ પડતા દારૂનું સેવન અને શરીરમાં પાણીની ઉણપ વગેરે..

આ કારણોથી થતા માથાના દુખાવા માટે દવાઓ લેવા કરતાં તમારી જીવનશૈલી અને ખાનપાન બદલવી વધુ ફાયદાકારક બની શકે છે. આ સિવાય દુકાનોમાંથી દવાઓ ખરીદવાને બદલે માથાનો દુખાવો ઓછો કરવા માટે ઘણા કુદરતી અને ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે. જે માથાનો દુખાવો ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે.

ક્યારેક પેટમાં રહેલા ગેસને કારણે માથાનો દુખાવો થાય છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. તે માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોને ગેસના કારણે માથાનો દુખાવો થતો હોય તેઓએ દરરોજ સવારે ખાલી પેટ આ પીણું પી શકે છે.

આ સાથે ઘણી વખત થાકને કારણે માથાનો દુખાવો શરૂ થાય છે. આવી સ્થિતિમાં થોડો સમય સૂવું એ માથાના દુખાવામાં રાહત મેળવવાનો સારો ઉપાય છે. હકીકતમાં સૂવાથી મનને શાંતિ મળે છે અને માથાનો દુખાવો દૂર થાય છે. આ સિવાય તમે યોગ પણ કરી શકો છો.

માથાનો દુખાવો દૂર કરવા માટે એક સારી સારવાર તેલથી માલિશ કરવી છે. તેલથી માથાની માલિશ કરવાથી માથાના સ્નાયુઓને આરામ મળે છે, જે માથાનો દુખાવો ઓછો કરે છે. વળી તણાવને કારણે થતા માથાના દુખાવામાં તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે.

ગરમીના કારણે માથાનો દુખાવો મટાડવા માટે ચંદનના લાકડાને પીસીને તેની થોડી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને માથા પર લગાવો. તેનાથી થોડા સમય પછી ગરમીના કારણે માથાના દુખાવામાં આરામ મળશે.

તુલસી માથાના દુખાવામાં રાહત આપવા માટે દવા તરીકે કામ કરે છે. કારણ કે તુલસીમાં આરામ આપનાર અને પીડાનાશક ગુણો હોય છે. આ માટે માથાના દુખાવામાં રાહત મેળવવા માટે તુલસીના કેટલાક પાનને પાણીમાં ઉકાળો, આ પાણીમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો. તે માથાના દુઃખાવાથી ઝડપથી રાહત મેળવવામાં મદદ કરે છે.

તણાવને કારણે થતા માથાના દુખાવામાં રાહત મેળવવા લવિંગનો ઉપયોગ કરી શકાય છે. લવિંગમાં પીડાનાશક ગુણ હોય છે. તેથી લવિંગના તેલથી માથામાં માલિશ કરવાથી ફાયદો થાય છે.

માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે આદુનો ઉપયોગ ફાયદાકારક છે. આદુ માથાની રક્તવાહિનીઓના સોજાને દૂર કરવામાં મદદ કરે છે, જે માથાના દુખાવામાં મદદરૂપ છે. માથાનો દુખાવો દૂર કરવા માટે આદુ અને લીંબુનો રસ સમાન પ્રમાણમાં મિક્સ કરો. હવે દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર આ મિશ્રણનું સેવન કરો.

ફુદીનાનો ઉપયોગ માથાનો દુખાવો દૂર કરવામાં પણ મદદરૂપ છે. ફુદીનામાં મેન્થોલ નામનો ઘટકો હોય છે, જે માથાના દુખાવાને દૂર કરવામાં ફાયદાકારક છે. આ માટે ફુદીનાના પાનનો રસ કાઢીને કપાળ પર લગાવવાથી માથાના દુખાવામાં જલ્દી આરામ મળશે. આ સિવાય ફુદીનાની ચાનું પણ સેવન કરી શકાય છે.

જો તમે આવી જ અવનવી ધાર્મિક અને સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા અને વાંચવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ ફેસબુક પેજને આજે જ લાઈક કરી દો અને હજુ સુધી આ ખૂબ જ ઉપયોગી માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો અત્યારે જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *