ગુજરાત રાજ્યમાં કચ્છની ધરોહર પર આવેલ માતા આશાપુરાના પરચા અપરંપાર છે. આ મંદિરને દેશ દેવી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આજે આ મંદિર દેશ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવે છે. તેની પાછળનું કારણ માતાની લીલા અને પરચા જ છે.
અહીં નાના મોટા દરેક લોકો માતાના ચરણોમાં નત મસ્તક થઈને કૃપા મેળવી શકે છે. આ મંદિર એટલું ખ્યાતિ ધરાવે છે કે વિદેશથી પણ ઘણા લોકો આ મંદિરમાં પણ દર્શન કરવા માટે આવે છે.
અહીં દરેક વ્યક્તિને માતાએ તેના શરણમાં લઈ લીધો છે. આજ કારણ છે કે અહી જે પણ વ્યક્તિ આવે છે તે ક્યારેય ખાલી હાથે જઈ શકતો નથી. આ મંદિરના પ્રવેશદ્વાર પર લટકાવવામાં આવેલ ઘંટ મુસ્લિમ શાસકોની માતા પ્રત્યેની શ્રધ્ધા દર્શાવે છે.
આ મંદિર સાથે જોડાયેલી એવી ઘણી ઘટનાઓ ઘટી છે, જે દર્શાવે છે કે માતા આશાપુરા અહી સાક્ષાત હાજરાહજૂર છે. આવી જ એક ઘટના મુસ્લિમ બાદશાહ ગુલામશાહ કલેરા સાથે જોડાયેલ છે. હકીકતમાં આ મંદિરને લૂંટવા માટે સ્વયં માતાએ બાદશાહની મદદ કરી હતી
માતાના મતે બાદશાહ કોઈ ગુનેગાર નહિ પણ ભક્તિનો માર્ગ ભૂલેલો ભક્ત હતો. આ આખી વાર્તા આ પ્રમાણે છે કે કચ્છ ના રાવ ગોરજીએ દીવાન પૂંજા શેઠને તેમના સ્થાન પરથી પદભ્રષ્ટ કરી દીધા હતા. જેના લીધે દીવાન બહુ દુઃખી હતાં. એક માન્યતા મુજબ પૂંજા શેઠને તેમની ભૂલો અને રાજકીય ખટપટ ના લીધે તેમના સ્થાન પરથી દૂર કરવામાં આવ્યા હતા.
જેના પછી દીવાને કચ્છના રાવ ગોરજીને પાઠ ભણાવવા માટે મન બનવું લીધું હતું. જેના પછી તેઓ તેની વિરૂદ્ધ કાવતરું ઘડે છે અને બાદશાહ ગુલામશાહ કલેરા ની મદદ માંગે છે અને દરેક વસ્તુની મદદ કરવા માટે તૈયારી પણ બતાવે છે.
જોકે ગુલામ શાહે પોતાની બહાદુરી બતાવીને કચ્છ તરફ પ્રયાણ તો કર્યું પણ જ્યારે દીવાનને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેઓએ પોતાના લોકોને ત્યાં મોકલીને સંદેશો પહોંચાડ્યો હતો. હકીકતમાં આ યદ્ધને ઇતિહાસમાં ZARA ના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે..
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.