20230808 095319

ઘરમાં આ રીતે ભરશો માટલામાં પાણી, તો ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વધારો.

ધાર્મિક

સૌથી પહેલા આપણે વાત કરીશું પાણી વિશે જી હા મિત્રો આપણા બધાના શરીરમાં પાણીનું ખૂબ જ મહત્વ છે આપણી સંસ્કૃતિમાં પણ આપણે આરતી કરીએ ત્યારે પાણીનો છંટકાવ કરતા હોઈએ છે પરંતુ જો પાણી માટલા માં ભરવામાં આવે તો તેના થી શું ફાયદા થાય છે તે આ લેખ મા આપણે જોઇશું.

પહેલાના જમાનામા સોગંધ ખાવામા પણ પાણીનો ઉપયોગ કરતા હતા હાથ મા પાણી લઈને સોગંધ ખવરાવતા એટલે કે પાણીનું આપણા જીવનમા ખુબ જ સ્થાન છે

પરંતુ પાણીને આપણે ઘરમાં માં રાખવા માટે તેના માટે એક જગ્યા બનાવી છે જેને આપણે પાણિયારુ કહેવામાં આવે છે હમેશા પાણીયારા પર માટલી મુકવી જોઇએ.

માટલા માં રહેલા પાણીમાં ભૂમિ અને જળ બન્ને તત્વો રહેલા હોવાથી તે અંદરથી શીતળતા આપે છે એટલે કે એ માટલાનું પાણી પાણીયારા ની જગ્યા પર મુકવુ જોઇએ

ઘરની શરૂઆત પણ આપણે માટલી મુકીને કરીએ છીએ . ઘરમાં જ્યારે માટલા માં પાણી મુકીએ છીએ ત્યારે ઘરમાં નાના થી માંડીને મોટા લોકો પણ એ જ માટલા માંથી પાણી પીવે છે એના લીધે એ ઘરમાં એકતા રહે છે

પાણીયારા પર પિતૃઓનો વાસ હોય છે એટલે ત્યાં આપણે પિતૃનો દિવો પણ કરતા હોઈએ છીએ એટલે કે એ જગ્યા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એટલા માટે જો પાણીયારે દીવો કરીએ તો પિતૃઓ ખુશ રહે છે.

ઘરની ગૃહ લક્ષ્મી પાણી ભરીને પાણીયારે મુકે ત્યારે ચોક્કસ પણે ઘરમાં લક્ષ્મી આવે છે મોર્ડન ઘરમાં પણ પાણીયારુ હોવુ ખુબ જ જરૂરી છે પાણીયારુ ઇશાન ખૂણામા હોવુ જોઇએ પવિત્રતા જળવાઈ રહે છે એટલે કે પાણીયારુ પવિત્ર હોવાથી તેને ચોખ્ખું રાખવું જોઇએ .

મિત્રો ખાસ ઉપાય પણ તમે કરી લેજો કે એક ચાંદીનો સવા રૂપિયો જો તમારી પાસે હોય તો એ માટલી મા મુકો અને ઇસ્ટ દેવ ની પૂજા કરો અને સારા વિચારો સાથે જો પાણી ભરશો તો ઘરમા ધન વૈભવ વધશે અને સુખ સમૃદ્ધિ આવશે.

તો તમે આ રીતે દરરોજ અવનવા ટોટકા વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો…….