દોસ્તો સામાન્ય રીતે આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને પૈસા ની દેવી તરીકે ઓળખવામાં આવે છે અને તેઓનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ નાની અમથી પણ ભૂલ કરે છે તો માતા લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને જતા રહે છે. જેના લીધે વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેને ગરીબીમાં જીવન પસાર કરવું પડે છે. તેનાથી વિપરીત જે વ્યક્તિ પર માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે છે તો તે વ્યક્તિ ગરીબમાંથી રાજા બની જાય છે અને તેને ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
જ્યોતિષશાસ્ત્રમાં પણ એવી ઘણી ભૂલો વિશે વાત કરવામાં આવી છે, જેનો કોઈ વ્યક્તિ શિકાર બની જાય છે તો માતા લક્ષ્મી કાયમ માટે ઘર છોડી દે છે. જો તમે પણ આ પ્રકારની ભૂલો કરતા હોવ તો તમારે વહેલામાં વહેલા ધોરણે આ ભૂલો કરવાથી બચવું જોઇએ. કારણ કે આ ભૂલો કરવાથી માતા લક્ષ્મી ને ઘર છોડીને ચાલ્યા જતા વધારે સમય લાગતો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ભૂલો કઈ કઈ છે.
તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો રાત્રે ભોજન કર્યા પછી વાસણો ગંદા મૂકીને સૂઈ જતા હોય છે અને સવારે તેને સાફ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે તમારી આ આદત શાસ્ત્રો પ્રમાણે સારી માનવામાં આવતી નથી. તેથી તમારે ઘરમાં ક્યારેય વાસણોને ખુલ્લા રાખવા જોઈએ નહિ અને તેને ગંદા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. કારણ કે તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને લાંબા સમય સુધી ઘરમાં નિવાસ કરી શકતી નથી.
વાસ્તુ પ્રમાણે ઉત્તર દિશાના દેવતા કુબેર છે અને સંપત્તિની દેવી માતા લક્ષ્મી છે, જે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વળી ઉત્તર દિશાને માતૃ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી તમારે ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ કચરો કે બીજી કોઈ વસ્તુઓ રાખવી જોઇએ નહિં. જો શક્ય હોય તો બને ત્યાં સુધી આ દિશાને ખાલી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને ક્યારેય માતા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જશે નહીં.
આ સાથે તમારે રસોડામાં રાખવામાં આવેલા રાધણ ગેસ ઉપર ભૂલથી પણ એઠાં વાસણો મુકવા જોઈએ નહીં અને રાંધણગેસની હંમેશા સાફ રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. કારણ કે તેનાથી આપણા ઘરમાં સુખ શાંતિનો માહોલ રહે છે અને વ્યક્તિને માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત જે વ્યક્તિ રાધણ ગેસ ઉપર ખરાબ વાસણો રાખતો હોય છે, તેને જિંદગીભર પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે.
જો તમે સૂર્યાસ્ત થઈ ગયા પછી પોતાના ઘરની સફાઈ કરો છો તો તે દૂર દુર્ભાગ્યના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સાવરણી માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જ્યારે સૂર્યાસ્ત પછી તેનાથી ઘરને સાફ કરો છો ત્યારે લક્ષ્મીજી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાંથી બહાર નીકળી જાય છે. તેથી તમારે સૂર્યાસ્ત પછી કચરો બહાર કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરે છે તેને જિંદગીભર પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. વળી આ બંને દેવી-દેવતાઓ એકબીજાના પતિ પત્ની છે અને તેઓને લક્ષ્મીનારાયણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો ત્યારે માતા લક્ષ્મીજી તેમની પત્ની હોવાને કારણે આપ મેરે પ્રસન્ન થવા લાગે છે અને તમારા દુઃખો દૂર થાય છે.
આપણા શાસ્ત્રોમાં વ્યક્તિએ ક્યારેય ઊઠવું જોઈએ અને ક્યારે ઊંઘવું જોઈએ તેના વિશે એક સમય મર્યાદા નક્કી કરી છે, જે પ્રમાણે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં ઊઠી જાય છે અને રાતે વહેલા ઊંઘી જાય છે તો તેને બીમારીઓનો સામનો કરવો પડતો નથી સાથે સાથે તેને જિંદગીભર પરેશાનીઓથી પણ દૂર રહેવામાં મદદ મળે છે. તેથી તમારે સૂર્યાસ્ત પહેલાં ઊઠી જવું જોઈએ અને સૂર્યાસ્ત થતાની સાથે જ ઊંઘવાનો પ્રયાસ કરવો જોઈએ.
આપણા ઘરમાં જ્યારે કોઈ દીકરી નો જન્મ થાય છે અથવા નવી પુત્રવધુ પરણીને ઘરમાં આવે છે ત્યારે લક્ષ્મી આવી એવું બોલવામાં આવે છે. કારણ કે આ બંનેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. તેથી તમારે ક્યારેય ઘરની પુત્રવધુ ને અપમાન થાય એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે તેની મારપીટ પણ કરવી જોઈએ નહીં. આ સાથે તમારા ઘરના ઉપરી લોકો એટલે કે વડીલો નું સન્માન કરવું જોઈએ. જો તમે આવું કરતા નથી તો માતા લક્ષ્મીને ગુસ્સે થતાં વધારે સમય લાગતો નથી.