20230717 144231

મંગળવારના દિવસે કરી લો આ નાનકડું કામ, બધા સંકટ થશે દૂર, બજરંગબલી બનાવી દેશે ધનવાન.

ધર્મદર્શન

દોસ્તો હનુમાનજીને બધા જ દેવી દેવતાઓમાં સૌથી લોકપ્રિય દેવતા માનવામાં આવે છે. આજ કારણ છે કે મોટાભાગના હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.

વળી હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા માત્રથી ભૂત પિશાચ દૂર થઈ જાય છે. આ સાથે હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે, જેઓ કળિયુગમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને તેઓના હોવના પરચા ઘણી વખત જોવા મળી ચૂક્યા છે.

આજકાલ લોકો હનુમાનજીને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરવા ઇચ્છતા હોય છે. આ માટે તેઓ રોજબરોજ મંદિરમાં પણ જતા હોય છે. જેથી કરીને તેમને ધનલાભ થાય અને આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળે. આ સાથે જે વ્યક્તિ હનુમાનજીની પૂર્ણ આસ્થા સાથે પૂજા કરે છે તેની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે.

તમે જાણતા હશો કે હનુમાનજીની પૂજા કરવા માટે મંગળવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવન પણ ખુશહાલ બની જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને મંગળવારના દિવસે કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

તમારે હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારના દિવસે મંદિરમાં જઈને તેમના દર્શન કરવા જોઈએ. આ સાથે તેમણે ગોળ, ચણા, ચમેલી, સિંદૂર, આંકડા ની માળા અને પાન અર્પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારા પર હનુમાનજી મન મૂકીને આર્શિવાદ વરસાવી શકે છે.

આ સિવાય તમારે મંગળવારના દિવસે સૌથી પહેલા લીમડાના છાયડામાં સાંજના સમયે પાણી અર્પણ કરવું જોઈએ. આ સાથે તમારે લીમડાના ઝાડની નીચે ચમેલીના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આ સિવાય તમારે આંખોની ઉપર સફેદ રંગનો ચુરમો લગાવવો જોઈએ, તેનાથી પણ તમને સફળતા મળી શકે છે.

જો તમે તમારી કોઈ મનોકાનાઓ પૂર્ણ કરવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમને લાલ રંગના વસ્ત્રો, લાલ રંગનું સિંદૂર અને લાલ રંગની મિઠાઈ અર્પણ કરી દેવી જોઈએ. આ સિવાય તમારે મંગળવારે ભોજન બનાવતી વખતે તવા પર પાણી છાંટવું જોઈએ.

જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માંગો છો તો પણ તમે એક અન્ય ઉપાય કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા હનુમાનજીના મંદિરમાં જઈને પાંચ મંગળવાર સુધી ધજા ચઢાવવી જોઈએ.

આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે અને તમે ધનવાન પણ બની શકશો. આ સિવાય તમે શુભ ફળ મેળવવા માટે તમારી ફોઈ અથવા બહેનને વસ્ત્રો પણ દાન કરી શકો છો.

તમને જણાવી દઈએ કે અમે તમને મંગળવાર ના દિવસે કયા કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે વિગતે માહિતી આપી છે. જો તમે તેનો ખ્યાલ રાખશો તો તમને અવશ્ય ફરક દેખાવા મળશે અને હનુમાનજી પણ તમારા પર કૃપા દાખવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *