મિત્રો પશ્ચિમ બંગાળ ની રાજનીતિ ની ચર્ચા કરવામાં આવે તો એક નામની ચર્ચા કર્યા વગર ત્યાં ની રાજનીતિ અધુરી છે આ નામ છે બંગાળના સીએમ મમતા બેનર્જી મિત્રો ૫૫ વરસ ની ઉંમરે હંમેશા સફેદ સાડીમાં દેખાતા અને ખૂબ જ ઝડપથી આગળ વધનાર મમતા બેનર્જી છેલ્લા દસ વરસથી પશ્ચિમ બંગાળના સીએમ છે.
એલએલબીનો અભ્યાસ કર્યા બાદ કોંગ્રેસ સાથે જોડાયેલા મમતા બેનર્જી ને આગળ જતા કોંગ્રેસ છોડીને 1 જાન્યુઆરી ૧૯૯૮ના દિવસે તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. મિત્રો આ મમતા બેનરજીની જીદ અને તેમની લગનથી જ તેમને તૃણમૂલ કોંગ્રેસ ને પશ્ચિમ બંગાળ ની મુખ્ય પાર્ટી બનાવી. અને મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ બન્યા.
છેલ્લા દસ વરસથી બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની સરકાર છે. મિત્રો આજના આ લેખમાં આપણે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ એવા મમતા બેનરજીની કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીશું. મિત્રો મમતા બેનરજીના ચાહકોની કોઈ કમી નથી તેમનું વ્યક્તિત્વ એવું છે કે બીજા બધા નેતાઓ કરતા ખૂબ જ અલગ તરી આવે છે,
જો ભારતના પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેટલું પ્રભાવશાળી જીવન તે જીવે છે એટલું જ પ્રભાવશાળી તેમનું વ્યક્તિત્વ છે તો આજના આ લેખમાં અમે તમને તેમના જીવન વિશે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવીશું.
મિત્રો મમતા બેનર્જી છેલ્લા દસ વર્ષથી બંગાળના સીએમ છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે તેઓ સરકાર તરફથી મળેલા બંગલામાં રહેતા નથી. અને તેઓ પહેલાથી જ પોતાના ઘરમાં રહે છે. અને એવું કહેવામાં આવે છે કે મમતા બેનર્જી પાસે ન તો સારું એવું ઘર છે અને ન તો ગાડી. અને એવું પણ કહેવામાં આવે છે કે મમતા બેનર્જી રોજ ચાર થી પાંચ કિલોમીટર ચાલીને જ જાય છે.
મિત્રો જેવી રીતે બીજા રાજનેતાઓ રંગબેરંગી કપડાં અને ખૂબ જ મોંઘી મોંઘી જ્વેલરી પહેરે છે તેવામાં મમતા બેનર્જી ખાલી સફેદ સાડીમાં જ જોવા મળે છે. અને પગમાં હવાઈ ચપલ જ પહેરેલા હોય છે. જ્યારે તેઓ સંસદમાં જાય કે કોઈ અગત્યની મીટીંગ માં જાય પરંતુ તેઓ હંમેશા સફેદ સાડી પહેરીને જ જાય છે.
મમતા બેનરજીએ જ્યારે 2016માં વિધાનસભાની ચૂંટણીમાં તેમને ફોર્મ ભર્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે ફક્ત ૧૬ લાખ રૂપિયા જેટલી સંપત્તિ છે મિત્રો તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે પરંતુ એક સીએમે એવા મમતા બેનરજી પોતાની સેલેરી પણ લેતા નથી અને ના તો તેઓ કોઈપણ પ્રકારનું પેન્શન લેતા નથી.
મિત્રો મમતા બેનર્જી ખૂબ જ સારા એવા ચિત્રકાર છે અને તેઓ કવિતા લખવાના પણ ખૂબ જ શોખીન છે એવું માનવામાં આવે છે કે તેમની કવિતાઓ બંગાળ ની ગલીઓમાં ખૂબ જ ફેમસ છે. તેમને બંગાળની લોક સંસ્કૃતિ થી ખૂબ જ લગાવ અને પ્રેમ છે. મમતા બેનર્જી ક્રિકેટ જોવાના પણ ખૂબ જ શોખીન છે.
મિત્રો બંગાળની જનતા સૌથી વધારે એટલા માટે તેમને પસંદ કરે છે કે તેઓ બંગાળ ની જમીન સાથે જોડાયેલા છે. મિત્ર કોઈ પણ મોટી મુસીબત અથવા સમસ્યા આવી પડે ત્યારે ખુદ મમતા બેનર્જી તેમની સમસ્યાઓ ને સાંભળે છે. અને આ સમસ્યાઓનું સમાધાન કરવામાં તેમની મદદ કરે છે. મિત્રો મમતા બેનરજીની સાદગીના વખાણ ખુદ અટલ બિહારી વાજપેયીએ કર્યા હતા.
જો તમે આવી જ અવનવી માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખને શેર નથી કર્યો તો હમણાં જ શેર કરી દો.