20230810 074823

આજે જાણીલો મહાકાલી માંનો ઇતિહાસ, પ્રાગટ્યગાથા અને માતાજીના સાક્ષાત પરચાઓ.

ધર્મ

મિત્રો પાવાગઢ નુ નામ સંભારીને જ મહાકાળી માતા નુ સ્મરણ થઈ જાય છે. તો ચલો અખંડ બ્રહ્માંડ ની દેવી મહાકાળી મા નો ઈતિહાસ વિષે જાણીયે.

મિત્રો પાવાગઢ એ આખા વિશ્વમાં ઐતિહાસિક તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત છે. પંચમહાલ જિલ્લાના હાલોલ થી તેર કિલોમીટર દૂર આવેલું માં મહાકાળી માં નું તીર્થ ધામ પાવાગઢ. એકાવન શક્તિપીઠ મા નુ એક એવુ મહાકાળી માતા નુ મંદિર.

પૌરાણીક દંતકથા અનુસાર પ્રજાપતિ દક્ષ તેમના ઘરે એક યજ્ઞ નુ આયોજન કરેલુ હતુ અને તેમાં બધા દેવી દેવતાઓ ને આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ પોતાની પુત્રી પાર્વતી અને દેવાધી દેવા શંકરને આમંત્રણ આપ્યું ન હતું. છતાં પણ પોતાના પતિની અવગણના કરી સતી પાર્વતી ત્યાં ગયા હતા.

ત્યાં તેઓ વારંવાર પોતાના પતિ શંકર નું અપમાન થતું જોઈને તે પોતે સહન ના કરી શક્યા અને પોતે અગ્નિ કુંડમા કુદી પડ્યા આ વાત ની જાન ભગવાન શંકરને થઈ અને ત્યાં જઈને સતી ના બળેલા દેહ ને જોઈને અતિ કોપાયમાન થઈ ગયા. અને તેમના બળેલા દેહને લઈને આખા બ્રહ્માંડ મા પરિભ્રમણ કરવા લાગ્યા.

ભગવાન શંકરના આ સ્વરૂપને જોઈને બધા દેવતા ડરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી ના ટુકડા કરી નાખ્યા. દેવી સતી ના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં મોટી શક્તિપીઠો ની રચના થઈ. આખા ભારતમાં આવી એકાવન શક્તિપીઠ આવેલી છે. તેમાથી ત્રણ શક્તિપીઠો ગુજરાતમાં છે જેમા એક અંબાજી, બહુચરાજી અને પાવાગઢ .

પાવાગઢ માં મહાકાળી માં બિરાજમાન છે. જ્યા સતી ના જમણા પગની ટચલી આંગળી પડી હતી. પાવાગઢ સાથે બીજી પણ એક દંત કથા જોડાયેલી છે .

પાવાગઢ ની નજીક 3 કિલોમીટર દૂર ચાંપાનેર આવેલુ છે . એક વાર મહાકાલિમા મનુષ્યનું રૂપ લઈ આસો મહિનામાં ત્યા ગરબા રમવા આવ્યા હતા. તે સમયે રાજા ની રાણીઓ સાથે માતા ગરબા રમતા હતા ત્યારે પતઈ રાજા માતાના સૌંદર્ય પર મોહિત થઈ ગયા હતા.

ત્યારે તેમને મહાકાળી માતા નો પાલવ પકડયો અને માતા કોપાયમાન થયા અને તેને શ્રાપ આપી દીધો. કે તારા રાજ્યનો નાશ થશે અને થોડા દિવસ પછી મહમ્મદ બેગડાએ ચાંપાનેર પર ચડાઈ કરી. અને દેવી ના શ્રાપ ને લીધે રાજ્યનો નાશ થયો.

આમ કુદરતી સાનિધ્ય રહેલા પાવાગઢ માં માં મહાકળી નુ મંદિર એક અદ્ભુત અને અલૌકિક મંદિર છે. અને ત્યાં કેટલાય દેશ-વિદેશ થી શ્રધ્ધાળુઓ આવે છે અને માં મહાકળી તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે તો બોલો પાવાગઢ વાળી માં મહાકળી માની જય હો…

જો તમે આવાજ માતાજી અને ભગવાનના ઇતિહાસ અને પરચાઓ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ પોસ્ટ તમારા મિત્રો અને સગાવહાલાને અવશ્ય શેર કરીને મહાકાળીમાં નો ઇતિહાસ અને પરચા જણાવો. જય મહાકાળી માઁ.