મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુઓ છે. જેમના સાથે ગ્રહોનો શું સંબંધ રહેલો છે. તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેવી જ રીતે મિત્રો મંગલસૂત્ર નો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સાથે કેવો સંબંધ છે, વિશેષ કરીને તેના વિશે આજના લેખમાં અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો મંગળસૂત્ર નો પીળો દોરો અને સોનુ અથવા તો પિત્તર બૃહસ્પતિ નું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલાઓ નો વિવાહ નો કારક ગ્રહ બૃહસ્પતિ માનવામાં આવે છે. મિત્રો કારા મોતીથી મહિલાઓ અને તેમનું સૌભાગ્ય ખરાબ નજરથી બચી રહે છે.
મિત્રો કાળો રંગ દરેક વસ્તુને શોષી લે છે. એટલા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મોતી મહિલાઓને અને તેમના ઘર પરિવારને ખરાબ નજરથી દુર રાખે છે. મિત્રો શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે મંગલસૂત્ર નો પહેલો ભાગ પાર્વતીને સમર્પિત હોય છે.
સાથે જ મંગલસૂત્ર નો કાળો ભાગ ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી મહિલા અને તેના પતિની રક્ષા થાય છે. સૌભાગ્યની રક્ષા કરવામાં ભગવાન શિવ ની કૃપા ખૂબ જ આવશ્યક હોય છે. અને સાથે જ માતા પાર્વતી ની કૃપાથી વિવાહિત જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થાય છે.
મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલાએ તેમનું મંગલસૂત્ર જાતે ખરીદવું જોઈએ. અથવા પતિ પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. કોઈ અન્ય વ્યક્તિ પાસે થી મંગલસૂત્ર પ્રાપ્ત કરવું તે અશુભ માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર માં જણાવવામાં આવ્યું છે કે મંગલસૂત્ર મંગળવારના દિવસે ખરીદવું ન જોઈએ.
મિત્રો મંગળસૂત્ર ધારણ કરતા પહેલા તમારે માતા પાર્વતી ને અર્પણ કરવું જોઇએ. ત્યાર પછી ભગવાન શિવ અને પાર્વતી ની ઉપાસના કરીને તેને ધારણ કરવું જોઈએ. મિત્રો મંગળસૂત્ર નો સોના નો ભાગ નીચેનો ભાગ ચોરસ આકાર મા હશે તો તે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. અને જ્યોતિષશાસ્ત્ર,
અનુસાર આવા પ્રકારનું મંગલસૂત્ર મહિલાઓએ ધારણ કરવું તે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગલસૂત્રની વધારે ડિઝાઇનર ન બનાવવું જોઈએ, જેનાથી મંગલસૂત્ર નહીં પરંતુ એક આભૂષણ બની જશે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહિલાઓએ, મંગલસૂત્ર ના કાળા મણકાઓનું અને સોનાના મણકા નું મહત્વ સમજવું જોઈએ.
અને તે પ્રકારે તેને ધારણ કરવું જોઈએ. મિત્રો મંગલસૂત્ર ની ગરિમા જાળવશો તો તમારા જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓ અને ઘર-પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. મિત્રો મહિલાઓએ મંગલસૂત્રની પવિત્રતાને જાળવવી જોઈએ. આવું કરવાથી તેમના સૌભાગ્યની રક્ષા થાય છે. અને ઘર પરિવારની પણ રક્ષા થાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.