20230718 153658

લક્ષ્મીજીના આર્શિવાદ લેવા હોય તો એક લોટા પાણીનો કરી લો આ ઉપાય, પૈસાની અગણિત સમસ્યાનો આવી જશે અંત.

ધર્મદર્શન

દોસ્તો આજના સમયમાં મોટાભાગના દરેક વ્યક્તિને પૈસાની આવશ્યક્તા હોય છે અને આ માટે તેઓ તનતોડ મહેનત પણ કરતા હોય છે પંરતુ ઘણી વખત તનતોડ મહેનતનું સારું પરિણામ મળતું નથી અને વ્યક્તિને જિંદગીભર નિરાશાનો સામનો કરવો પડતો હોય છે. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારું નસીબ ખરાબ છે. તેથી તમારે નસીબને ચમકાવવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. હવે ચાલો આપણે આ ઉપાયો વિશે વાત કરીએ.

એક માન્યતા અનુસાર દેવી દેવતાઓ ઝાડમાં નિવાસ કરતા હોય છે. તેથી જે વ્યક્તિ કાયમી નજીક રહેલા ઝાડને પાણી અર્પણ કરે છે તો તેના પર સીધા દેવી દેવતાઓના આર્શિવાદ રહેતા હોય છે. વળી સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિત પીપળના ઝાડને પાણી ચઢાવે છે તો તેના જીવનમાં ગુરુ ગ્રહની ખરાબ અસર દૂર થઈ જાય છે. આ સાથે તેનાથી જીવનમાં સંપતિમાં પણ વધારો થઈ શકે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે તો તેવા ઘરમાં ક્યારેય ધન સંપતિની કમી રહેતી નથી. હકીકતમાં તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોવાનું માનવામાં આવે છે અને જે ઘરમાં તેની નિયમિત પૂજા થાય છે તે વ્યક્તિ પર ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા રહેતી હોય છે. તેથી તમારે નિયમિત તુલસી માતાની પૂજા કરવી જોઈએ અને પાણી અર્પણ કરવું જોઈએ.

આ સાથે તમારે દરરોજ સૂર્ય ભગવાનની પણ પૂજા કરવી જોઈએ અને તેમના આર્શિવાદ લેવા જોઈએ. આ માટે તમે સુર્ય ભગવાનને પાણી અર્પણ કરીને તેમના નામનો જાપ કરી શકો છો. આ ઉપાય આપણા શાસ્ત્રોમાં ખૂબ જ અસરકારક હોવાનું માનવામાં આવ્યું છે.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે દિવસ રાત મહેનત કરતો હોય છે. જેથી કરીને તેના જીવનમાં ચાલી રહેલો અંધકાર દૂર થાય અને સૂરજ રૂપી રોશની આવે પંરતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ મળતું નથી. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે આજથી જ પક્ષીને અનાજ ખવડાવવાનું શરૂ કરી દેવું જોઈએ. જેનાથી તમારા પર માતાજી પ્રસન્ન રહેશે અને સમસ્યાઓ દૂર કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *