20230731 082811

ધનના દેવી લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો ભૂલથી પણ સૂરજ આથમ્યા પછી નહીં કરતા આ કામ નહિતર.

ધર્મ

માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી જેમના પર ખુશ થઈ જાય છે તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિની ક્યારેય પણ ઉણપ નથી આવતી અને જો કોઈથી નારાજ થઈ જાય તો તેના જીવનમાં દરિદ્રતા અને કષ્ટનો સામનો કરવો પડે છે.

શાસ્ત્રો પ્રમાણે કેટલાક એવા કામ છે જેને સૂરજ આથમ્યા પછી કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનથી ધન, દોલત અને સૌભાગ્ય દૂર થઈ જાય છે. સૂર્યાસ્ત પછી આ કામને કરવાથી બચવું જોઈએ. આવો આ લેખમાં અમે તમને જણાવીશું કે એવા કયા કામ છે જે સૂરજ અથમ્યા પછી ન કરવા જોઈએ.

-શાસ્ત્રો અનુસાર સાંજના સમય ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે એટલા માટે સાંજ દરિયાન કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી રિસાય જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

-સૂરજ આથમ્યા પછી અથવા રાતના સમયે દૂધનું દાન કરવાથી બચવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે સાંજે દૂધનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આથી આપણે જીવનમાં અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે. સાંજના સમય દૂધનું દાન કરવાથી નુકસાન પણ થાય છે.

-શાસ્ત્રો અનુસાર સૂરજ ઢળે પછી તુલસીને ન જ તો સ્પર્શ કરવી જોઈએ ન જ તો જળ અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી ઘરથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે અને ઘરમાં ગરીબી અને દુર્ભાગ્ય આવે છે.

-સૂર્યાસ્તના સમયે ભોજન ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે આથી આગલા જન્મમાં પશુ યોનીમાં જન્મ મળે છે.

-સાંજના સમયે ઉંઘવ ન જોઈએ આથી જીવનમાં નકારાત્મક ઉર્જા કમનસીબી આવે છે.

-શાસ્ત્રોમાં સૂર્યાસ્ત સમય શારીરિસ સંબંધ બાંધવો વર્જિત માનવામાં આવ્યો છે. સાંજે ધ્યાન અને સાધનનો સમય માનવામાં આવે છે, એટલા માટે આ સમય શારીરિક સંબંધ બાંધવાથી જીવનમાં અનેક તકલીફનો સામનો કરવો પડે છે.

-સૂરજ આથમતા સમય અભ્યાસ પણ ન કરવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

-એવું માનવામાં આવે છે કે સાંજના સમયે વાસીદુ વાળવાથી લક્ષ્મી બહાર ચાલ્યાં જાયે છે અને ધન હાનિ થાય છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.