20230810 133528

લક્ષ્મીજીના કહ્યા મુજબ અપનાવી લેજો આ એક નિયમ. ક્યારેય નહીં થાય ધનની કમી ને સંતાન સુખ પણ મળશે.

ધાર્મિક

મિત્રો જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમા ક્યારેય લક્ષ્મી ની કમી ના થાય. તમારા ઘરમાં ધન ધાન્ય ભરેલુ રહે તો મિત્રો કેટલાક કાર્યો એવા પણ હોય છે જે રોજે સવારે કરવામાં આવે અને આવી જ રીતે તમે ધાર્મિક કાર્યો કરો છો તો તમારા ઘરમા ક્યારેય પણ લક્ષ્મી ની કમી નથી આવતી.

એ ઘરમા હંમેશા સકારાત્મકતા આવે છે. એ ઘર હંમેશા ધન ધાન્ય થી ભરેલુ રહે છે. અને એ ઘરમા સદાય દેવી દેવતાઓનો વાસ રહે છે. મિત્રો પૂજા ના આ નિયમોનું જો તમે પાલન કરી લો ચો તો સમજી લો કે તમે બધું કરી લીધું.

સૌથી પહેલા તો દરેક હિન્દુ એ ઘરમા તુલસીનો છોડ હંમેશા રાખવો જોઇએ. રોજે સવારે તુલસી ને જળ ચડાવો અને રોજ તુલસીના સામે એક દીવો જરૂર પ્રગટાવો. તુલસી ને માતા લક્ષ્મી નું સ્થાન આપવામાં આવ્યું છે જો તમે પણ રોજ તુલસીનું પૂજન કરો છો જેમ જેમ તુલસી વધે છે તેમ તેમ તમારા ઘરમાં ધન અને ધાન્ય મા વધારો થશે.

મિત્રો દરેક હિન્દુ એ સંધ્યા સમયે ઘરમાં ધૂપ, દીવા અને અગરબત્તી કરવી જોઈએ. અને દરરોજ પૂજા ઘરને સાફ સુથરું રાખવું જોઇએ. જો મિત્રો આ ઉપાય તમે દરરોજ કરો છો તો તમારા ઘરમા નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં દેવી દેવતાઓનો વાસ રહે છે.

જો તમને લાગે છે તમારા ઘરમાં ધનની કમી છે કોઇના કોઇ રૂપે તમારા જીવનમાં સમસ્યાઓ છે, સ્વાસ્થ્ય સારું નથી રહેતુ ઘરમાં તકરાર વધતી જાય છે તો એ વાતનું ધ્યાન રાખવું કે સોમવાર ના દિવસે જો ઘરની આસપાસ શિવ મંદિર હોય તો ત્યા જાઓ અને ભગવાન શિવને બીલીપત્ર ની સાથે ઠંડુ જળ અર્પણ કરો. કે પછી દૂધ સાથે જળ અર્પણ કરો. અને ઓમ નમઃ શિવાય નો મનમાં જપ કરો. તો તમે જોશો કે કેવી રીતે તમારા ધનમા વૃદ્ધિ થતી રહેશે.

મિત્રો તમે જ્યારે પણ ઘરની બહાર કોઇ સારા કામ માટે જાઓ છો તો ક્યારેય ખાલી હાથે ન જાઓ મિત્રો ઘરની બહાર નીકળતી વખતે હંમેશા નાનો ગોળ નો કટકો અને એક રોટલી સાથે લેતા જાઓ. અને જ્યારે પણ તમને પહેલી ગાય મળે તેને ખવડાવી દો.

મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં ધન અને ધાન્ય મા વધારો થશે અને ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બની રહેશે.

જો તમે આવી જ માહિતી અવિરત મેળવવા માગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આપણા ધાર્મિક પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ ધાર્મિક માહિતી તમારા મિત્રોને શેર નથી કરી તો હમણાં જ શેર કરી દો.