મિત્રો મોટાભાગની ઓફિસ અને ઘરોમાં સફેદ સાત ઘોડા નુ ચિત્ર લગાવેલું હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સાત સફેદ ઘોડાનું દોડતું ચિત્ર ઘરમાં અથવા તો ઓફિસમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને સાત સફેદ ઘોડા નુ ચિત્ર ઘરમાં રાખવાથી કેવા પ્રકારના ફાયદા થાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરમાં અથવા તો તમારી ઓફિસમાં ઘોડા નુ ચિત્ર લગાવવાથી તમારા કામમાં વેગ આવે છે. સફેદ ઘોડા નુ ચિત્ર પ્રગતિ, સફળતા અને શક્તિનું પ્રતિક છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યાનુસાર સાત દોડતા ઘોડા નું ચિત્ર વ્યવસાયમાં પ્રગતિનું સૂચક માનવામાં આવે છે.
વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે તમારા કાર્યક્ષેત્રમાં અથવા તો ઓફિસમાં સાત સફેદ ઘોડાનુ દોડતું ચિત્ર લગાવો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સફેદ દોડતા ઘોડા નું ચિત્ર તમારા ગરબા અથવા તો ઓફિસમાં દક્ષિણ પૂર્વ દિશાની દીવાલ પર લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દોડતા ઘોડા પ્રગતિનું પ્રતિક છે.
જે વ્યક્તિ આ ઘોડાઓને જુએ છે તે વ્યક્તિના કામકાજ પર તેની અસર પડે છે. તમારી ઓફિસમાં લગાવેલ આ ચિત્ર તમારા કામને ગતિ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં દોડતા ઘોડા નું મહત્વ બતાવવામાં આવ્યું છે.
સાત ઘોડા નું ચિત્ર પ્રગતિ મેળવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘરમાં આ પ્રકારનું ચિત્ર લગાવવાથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે નોકરીમાં પ્રમોશન મળી રહે છે. દોડતા સાત ઘોડા નુ ચિત્ર ઘરમાં અથવા તો ઓફિસમાં લગાવવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે.
દોડતા સાત ઘોડા નુ ચિત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સાત ઘોડા નુ ચિત્ર ઓફિસમાં રાખવાથી જ તમારા કેરિયરમાં પ્રગતિ જોવા મળી શકે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘોડા એ શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે. સફેદ ઘોડા એ સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે,
એટલા માટે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમારા ઘરમાં અને ઓફિસમાં સાત સફેદ ઘોડાનું ચિત્ર લગાવવું જોઈએ. ઓફિસ અને ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે સફેદ સાત ઘોડા નું ચિત્ર લગાવવું જોઈએ.
ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં અને ઓફિસમાં ઉત્તર દિશામાં સાત ઘોડા નુ ચિત્ર લગાવવું જોઈએ. મિત્રો જુદી જુદી દિશામાં દોડતા ઘોડા નું ચિત્ર ઘરમાં ન લગાવવું જોઈએ. મિત્રો જો તમે પણ તમારા ઘર કે ઓફિસમાં દોડતા સાત ઘોડા નુ ચિત્ર લગાવો છો તો તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે.
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. આ પ્રકારના ચિત્ર તમારા ઘરમાં કે ઓફિસમાં લગાવવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે.