20230827 132545

ધનના દેવ કુબેરજી ને પ્રસન્ન કરવા માટે આજે જ કરો આ ઉપાય. પછી જુઓ ચમત્કાર.

ધર્મદર્શન

મિત્રો તો આજે અહીંયા તમને ધનના દેવતા વૈભવ અને સમૃદ્ધિના દેવતા એટલે કે કુબેર દેવતાને પ્રસન્ન કરવા માટેના ઉપાય જણાવવા આવ્યા છે. કુબેર દેવતાને પ્રસન્ન કરવા માટે તમને અનેક પ્રકારના ઉપાયો, વેદો અને ઉપનીષદો માં જણાવવામાં આવ્યા છે હાલના સમયને લઈને દરેકના ઘરે પૈસાની ખેંચ તાણ ચાલતી હોય છે અને હાલના સમયમાં દરેક વ્યક્તિ માટે પૈસા જ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.

મિત્રો દરેક વ્યક્તિ ખૂબ જ પૈસા કમાવા માંગતા હોય છે. કોઈક વાર માણસ જોડે બિલકુલ પૈસા જ નથી હોતા ત્યારે વ્યક્તિ અમુક સમયે સંપૂર્ણ તૂટી જતો હોય છે અને ના કરવાના ખરાબ કામ કરી બેસે છે. પરંતુ પોતાની મહેનત દ્વારા પૈસા કમાવી લેતો હોય પરંતુ તેના ખર્ચ માં વપરાઈ જતા હોય પૈસા તો ઘણા આવતા હોય પરંતુ ટકતા ન હોય આમ તેમના જીવનમાં સતત પૈસાની તંગી રહેતી હોય.

મિત્રો આ પરિસ્થિતિમાં વ્યક્તિ એ શાસ્ત્રોમાં જણાવેલ ઉપાય કરવા જોઈએ. ખરેખર જો તમારે પૈસા કમાવા હોય તો તમારે કુબેર ભગવાન ને ખુશ રાખવા જોઈએ. જો તમે વિધિ વિધાનથી તમે પૂજા કરો છો તો ગરીબી નથી રહેતી તમે ધનવાન બની શકો છો તો કુબેરજી ને ખુશ કઈ રીતે રાખવા તેના ઉપાય નીચે મુજબ છે.

મિત્રો જો તમે ધનવાન બનવા માંગો છો તો કુબેર મંત્રનો ૧૦૮ વાર નિયમિત રીતે જાપ કરતા રહેવું જોઈએ. પરંતુ તમારે આ મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તમારે લક્ષ્મી માતાની એવી કોડી સ્થાપિત કરેલી હોવી જોઈએ. તેનું મુખ દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ અને જોડે જોડે લક્ષ્મી માતાની પણ પૂજા કરતા રહેવું જોઈએ કારણ કે માતા લક્ષ્મી પણ ધનની દેવી છે.

મિત્રો આ ઉપાય સતત ત્રણ મહિના સુધી કરતા રહેવું જોઈએ. આમ કરવાથી ધનના દેવતા ની તમારા પર અપાર કૃપા થાય છે. આ ઉપાય કરવાથી પૈસાથી તમારી તિજોરી ભરાવા લાગશે. આ ઉપાયની કોઈ વ્યક્તિને જાણ ન થવી જોઈએ. કોઈપણ પ્રકારની ભૂલ થશે તો ધન પ્રાપ્ત ન થાય.

મિત્રો રાવણ પણ પોતે કુબેર ની પ્રાર્થના કરતા હતા, અને રાવણ સંહિતા માં પણ દર્શાવવામાં આવ્યું છે કે ધન ના દેવ કુબેર ને કઈ રીતે પ્રસન્ન કરી શકાય. ધન પ્રાપ્ત કરવા માટેનો મંત્ર આ મુજબ છે ” ઓમ રીમ શ્રીમ હ્રીં શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધન પુરય પુરય નમઃ ” જો તમે નિયમિત રીતે કુબેર દેવની પૂજા કરો છો તો

આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવો જોઈએ. મિત્રો તેનાથી તમને પૈસાની તંગી નહી રહે અને પૈસાની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે સાથે સાથે આર્થિક તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમે પણ પૈસા ને પામવા માંગો છો તો તેના માટે તમે આ ઉપાય કરી શકો છો.

મિત્રો પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે પૈસા જ માણસના જીવનમાં સર્વસ્વ નથી હોતા. પૈસા જ બધું નથી. મિત્રો કારણ કે માણસની પણ એટલી જ વધારે જરૂરિયાત હોય છે. આ કોરોના કાળમાં કેટલા લોકો પાસે ઘણા બધા રૂપિયા છે.

તેમણે ઘણું બધું કમાઈને ઘણું બધું ધન ભેગું કર્યું છે છતાં પણ તેમને પૈસા કોઈ કામમાં નથી આવતા. એટલે મૂળ વાત એ છે કે પૈસા સર્વસ્વ નથી સર્વસ્વ છે માણસાઈ ભગવાનની ભક્તિ જે તમારી સાથે આવે છે એટલે જ ભગવાનને તો ભજવાજ જોઈએ.

જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખને શેર નથી કર્યો તો કુબેરજીની કૃપા મેળવવા માટે એકવાર અવશ્ય શેર કરી દો. જય કુબેર ભંડારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *