સરકારની દ્વષ્ટિએ દિલ્હીમાં આરોગ્ય સુવિધામાં ઘણો વધારો થઈ રહ્યો છે. આજ ક્રમમાં દિલ્હીમાં એક કિડની ડાયાલિસિસની સૌથી મોટી હૉસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
આ હોસ્પિટલમાં ડાયાલિસિસ ની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે આ હોસ્પિટલમાં કિડની ડાયાલિસિસનો કોઈ ખર્ચ કરવો પડશે નહીં. અહીની બધી જ સુવિધાઓ એકદમ ફ્રી છે.
દિલ્હી સિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC) દ્વારા આ આખી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. તેનું સમગ્ર સંચાલન DSGMC દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ સંસ્થાના પ્રમુખ મજીન્દર સિંહે કહ્યું કે આ હોસ્પિટલ ગુરૂદ્વારા બાલા સાહિબ માં ખોલવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં કીડીની પીડિત લોકોની ફ્રીમાં સારવાર કરવામાં આવશે.
મજિંદરસિંહ સિરસાએ જણાવ્યું છે કે બાલા સાહિબ ગુરુદ્વારાના એક વિસ્તારમાં ખોલવામાં આવેલી ગુરુ હરિકિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ કિડની ડાયાલિસિસ હોસ્પિટલ હવે સામાન્ય લોકો માટે ખોલવામાં આવી છે.
તેઓએ કહ્યું કે આ પહેલી એવી હોસ્પિટલ હશે જ્યાં કોઈ કેશ કાઉન્ટર હશે નહીં અને ફક્ત રજીસ્ટ્રેશન કાઉન્ટર જ હશે. અહી પીડિત લોકોને ફ્રીમાં સેવા કરવામાં આવશે અને દર્દી પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવશે નહીં
આ હોસ્પિટલમાં 50 પલંગ અને 50 બિઝનેસ ક્લાસ પ્લેનમાં મળી આવતી ચેરનું આયોજન કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક ચેર ની સગવડ એટલા માટે કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ ડાયાલિસિસ દરમિયાન પરેશાની અનુભવે છે તો તે આ ખુરશીમાં બેસીને આરામ કરી શકે છે.
તેઓએ કહ્યું કે હોસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવેલ તમામ ડાયાલિસિસ માટે જરૂરી સામગ્રી જર્મનીથી મંગાવવામાં આવી છે. આ સાથે તમામ સાધનો લેટેસ્ટ વિજ્ઞાન સાથે જોડાયેલ છે.
તમને જણાવી દઈએ કે ડાયાલિસિસ લોહી સાફ કરવાની એક પક્રિયા છે. ડાયાલિસિસની પ્રકિયા ત્યારે અજમાવવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિની કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી. કિડની સાથે જોડાયેલ રોગો, ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં ડાયાલિસિસની જરૂર પડે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.