20230829 081028

ખુદ માતા લક્ષ્મી એ કહ્યું છે, જે પણ હળદર થી કરશે આ ઉપાય, હું તેની તિજોરી ભરી દઈશ.

Religious

મિત્રો માતા લક્ષ્મીની કૃપા દરેક વ્યક્તિ પ્રાપ્ત કરવા માંગે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના ઘર પરિવારમાં ધન અને અન્નની કમી રહે નહીં. આ કારણથી જ દરેક મનુષ્ય પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરે છે પરંતુ ઘણી વખત તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.

શાસ્ત્રોમાં ઘણા બધા ચમત્કારિક ઉપાય જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર બનેલા રહેશે. મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે જે વ્યક્તિના ઘર પરિવાર ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે તે વ્યક્તિને ધન સંબંધિત આ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

મિત્રો હિન્દુ ધર્મશાસ્ત્રમાં હળદરના કેટલાક ચમત્કારી ઉપાય બતાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યાં ભગવાનશ્રી વિષ્ણુની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ બનેલા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હળદરને ગુરુ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને ઘર-પરિવારમાં ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હળદર સાથે જોડાયેલા કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

હળદરને દરેક ઘરના રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે હળદર ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે અનેક ચમત્કારિક ઉપાયો માં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે હિન્દુ ધાર્મિક ક્રિયાકાંડમાં હળદરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે હળદરને ધાર્મિક ક્રિયાઓ સાથે જોડીને જોવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હળદરના ચમત્કારિક ઉપાય કરવાથી મનુષ્યના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી રહે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને હળદર સાથે જોડાયેલો એક ચમત્કારિક ઉપાય બતાવીશું જે ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે હળદરની ગાંઠ લેવાની છે તેને એક લાલ કલરના દોરામાં વીંટાળીને તમારા ઘર મંદિર માં બેસી જવાનું છે. આટલું થઈ ગયા પછી હળદરને સ્પર્શ કરીને તમારે આ મંત્રનો ૧૦૮ વખત જાપ કરવાનો છે. આ મંત્ર છે “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” આ રીતે મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ના આશીર્વાદ તમારા ઉપર બનેલા રહે છે.

ત્યાર બાદ તમારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ સમક્ષ શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. ત્યારબાદ હળદરની ગાંઠને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકી દો ત્યારબાદ માતા લક્ષ્મીને ભગવાન શ્રીવિષ્ણુ અને બે હાથ જોડીને પ્રણામ કરી તમારી બધી જ મનોકામના અને ઈચ્છાઓ કહેવાની છે.

મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે માતા લક્ષ્મીને ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બે હાથ જોડીને પ્રણામ કરવાથી તમારી બધી જ મનોકામના અને ઇચ્છાઓ પૂરી થશે. મિત્રો ત્યારબાદ હળદરની ગાંઠને લાલ કલરના કપડાં મૂકીને તેની એક પોટલી બનાવી લો.

આ લાલ કલર ની પોટલી ને તમારા ઘરની તિજોરીમાં પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો. આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં ધન અને અન્નની કોઈ કમી રહેશે નહીં. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ આ ઉપાય કરે છે તે વ્યક્તિના ઘર પરિવારમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ વાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *