મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 23 થી 29 જુલાઈ કર્ક રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર 7 દિવસ કર્ક રાશિના જાતકોના કેવા રહેશે, અને કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તેના વિશે આજના આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો આ રાશિફળ ચંદ્રમા પર આધારિત રાશિફળ છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર સપ્તાહમાં સૂર્ય કર્ક રાશિમાં રહેશે. સાથે જ આ રાશિની કુંડળીમાં મંગળ અને શુક્ર નો યોગ બની રહેશે. આ રાશિના ચોથા ભાવમાં ચંદ્ર રહેશે જે આવનાર સપ્તાહમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કર્ક રાશિના જાતકો આવનાર સપ્તાહમાં માનસિક તણાવ રહી શકે છે. કર્ક રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ભાષા અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોના ઘર-પરિવારમાં વાદવિવાદ ના યોગ આવાનર સપ્તાહમાં બની રહ્યા છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં નાની-મોટી દુર્ઘટનાના યોગ બની રહ્યા છે.
વાહન ખૂબ જ સાવધાનીથી ચલાવવાની સલાહ આપવામાં આવે છે. કર્ક રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં ધંધાકીય આર્થિક વ્યવહારો ન કરવા જોઈએ. આવનાર સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રમા પંચમ ભાવમાં રહેશે. જે ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે કર્ક રાશિના જાતકોનો આવનાર સપ્તાહ મધ્ય ભાગ આર્થિક દૃષ્ટિએ તેમના પક્ષમાં રહેશે.
આ રાશિના જાતકો આવનારા સપ્તાહના મધ્યભાગમાં નવા કાર્યની શરૂઆત કરી શકે છે. જેમાં તેમને ખૂબ જ મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કર્ક રાશિના જાતકોને આવનારા સપ્તાહના અંત ભાગમાં જીવનસાથીનો પૂરતો સહયોગ મળી શકે છે. ઘર-પરિવારમાં ભાઈ બહેન સાથે વાદ-વિવાદમાં યોગ બની રહ્યા છે.
વિદ્યાર્થીમિત્રો ની તેમની મહેનતનું પરિણામ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવનારું સપ્તાહ શુભ ફળ પ્રાપ્ત કરનાર રહેશે. આ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં અંતભાગમાં આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. આવનારા સપ્તાહના અંત ભાગમાં સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે.
નોકરી અને વ્યવસાય કરતા આ રાશિના જાતકો તેમના ઉપરી અધિકારીનો પૂરતો સહયોગ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં ઊંચા પદની પ્રાપ્તી કરી શકો છો. સહકર્મી સાથે યાત્રાના યોગ બની રહ્યા છે. આવનારા સપ્તાહના અંત ભાગમાં કર્ક રાશિના જાતકો ઘર-પરિવાર સાથે ધાર્મિક યાત્રા કરી શકે છે.
ભાગીદારી ધંધામાં ખૂબ જ સાવધાની રાખવાની આ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે. એકંદરે કર્ક રાશિના જાતકોને આવનાર સપ્તાહનો શરૂઆતનો ભાગ છોડીને અંત ભાગમાં ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.