20230730 164505

કપૂર સાથે જોડાયેલ કરી જુવો આ નાનકડો ઉપાય, રાતોરાત ચમકી જશે કિસ્મત, અચાનક બની જશો લાખોપતિ…

ધર્મ

હિન્દુ ધર્મમાં કપૂર સાથે જોડાયેલ ઘણા ઉપાય વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તે સ્વાસ્થ્યની દષ્ટિએ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. જોકે શાસ્ત્રોમાં પણ તેના વિવિધ ઉપાય વર્ણવવામાં આવ્યા છે. જેને કરવા માત્રથી તમે ઘણા કામમાં સફળતા મેળવી શકો છો. તે તમારા ધનની કમી પણ દૂર કરી શકે છે. તેનાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.

કપૂરનો ઉપયોગ સ્વાસ્થયની સાથે સાથે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. ઘણા લોકો પૂજા અર્ચના કરતી વખતે પણ કપૂરનો ઉપયોગ કરતા હોય છે. જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણા ફાયદાઓ મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે તે આપણને કેવા લાભ આપી શકે છે.

જો તમારા ઘરમાં રાહુ અને કેતુની કુદ્રષ્ટિ હોય તો ઘણી દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો દરરોજ બે કપૂર સળગાવીને હનુમાન ચાલીસા નો જાપ કરવો જોઈએ. તેનાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકશો.

જો તમે નકારાત્મક શક્તિઓથી ઘેરાઈ ગયા છો તો તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા અગાસી પર ગોળ મૂકી આવીને કપૂરને ઘી સાથે સળગાવી દેવું જોઈએ. આ સાથે જો તમે બાથરૂમમાં કપૂર રાખો છો તો સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને તમને ખરાબ વિચારો આવતા નથી.

જો તમે પિતૃદોષ નો સામનો કરી રહ્યા છો તો પણ તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. હા, પિતૃદોષ રાહુ અને કેતુના ખરાબ પ્રભાવને લીધે થાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કપૂરનો ઉપયોગ કરીને પિતૃદોષ અને દેવદોષ દૂર થાય છે. આ માટે કપૂરને ઘીમાં બોળીને તેને ઘરમાં સળગાવી દેવું જોઈએ.

જો તમે રાતે સૂતા પહેલા પિત્તળના વાસણમાં ઘીમાં બોળીને કપૂરને સળગાવી દો છો તો તમે ઘરની વાસ્તુ ખામી દૂર કરી શકો છો. હા, જો તમારા ઘરમાં હંમેશા લડાઈ, ઝઘડા અને તણાવ રહેતો હોય તો તમે આ ઉપાય કરી શકો છો.

જો તમારા લગ્ન જીવનમાં અડચણ આવે છે અથવા પતિ પત્ની સાથે ઝઘડા થાય છે તો પણ તમે કપૂર સબંધિત ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલા પત્નીના તકિયા નીચે કપૂર રાખવું જોઈએ અને તેને સવારે ઊઠીને સળગવાવાથી રાહત મેળવી શકાય છે.

જો તમારા લગ્ન કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો કપૂરના 6 ટુકડા, 36 લવિંગ, હળદર, ચોખા વગેરે ને ભેગુ કરીને તેને યજ્ઞની આહુતિ આપવી જોઈએ. તેનાથી તમને રાહત થશે અને તમે શાંતિનો અનુભવ કરશો.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.