આપણા હિન્દુ ધર્મમાં ચાર ધામનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ચાર ધામ બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પૂરીનો સમાવેશ થાય છે. એવી માન્યતા છે કે આ ચારેય ધામમાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે બદ્રીનાથમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્નાન કર્યું હતું, દ્વારકામાં જઈને કપડા બદલ્યા હતા, પૂરી ખાતે જઈને બપોરનું ભોજન કર્યું હતું અને રામેશ્વરમાં જઈને આરામ કર્યો હતો. એવું કહેવામાં આવે છે પૂરી ખાને જગન્નાથ નું મંદિર આવેલું છે.
ભગવાન શ્રી કૃષ્ણ તેમની લીલાઓ માટે જાણીતા છે. તેઓ વિવિધ સ્વરૂપે આવીને લોકોને દર્શન આપે છે. આજ ક્રમમાં જન્નનાથ સહિત ઘણા મંદિરમાં એવા રહસ્ય જોવા મળે છે, જેને જોઈને કહેલી નજરમાં વિશ્વાસ કરી શકાતો નથી. આજ કારણ છે કે લોકો આ સ્થાનોની મુલાકાત રહે છે. એવી માન્યતા છે કે જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ નું હૃદય ધબકે છે.
એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભાલકા તીર્થ નામની જગ્યા પર આરામ કરી રહ્યા હતા ત્યારે એક શિકારી દ્વારા તેમને કોઈ પ્રાણી સમજીને બાણ મારવામાં આવ્યું હતું, જેના પછી તેઓએ પોતાના જીવનની અંતિમ ક્ષણ માનીને ત્યાંજ દેહ ત્યાગ કર્યો હતો.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ વિશે પાંડવોને ખબર પડી ત્યારે તેઓ દોડીને ત્યાં આવ્યા હતા અને તેઓએ જોયું કે અહીં ભગવાનનું શરીર રાખ થઇ ગયું હતું પંરતુ તેમનું હ્રદય એકદમ અકબંધ હતું કારણ કે તેમના હૃદયમાં બ્રહ્માજી વસતા હતા.
ત્યારે આકાશવાણી થઇ અને તે પ્રમાણે તેઓએ નદીમાં હૃદય વસાવી દીધું હતું. જેના પછી હ્રદયે લાકડા (પિંડ)નું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સમય દરમિયાન અવંતિકાપુરીના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન જગન્નાથના ભક્ત હતા, તેઓએ એક દિવસ આ હૃદયરૂપી પિંડ જોયું અને તેમણે ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર આ દ્વીપ-આકારનું હૃદય સ્થાપિત કરવામાં આવ્યું.
આજ માન્યતા અનુસાર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય જગગ્નનાથ મંદિરમાં સ્થિત છે. જ્યારે અમુક અમુક વર્ષે અહી મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે અહી કામ કરતા પુજારીઓના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે અને હૃદય એક મૂર્તિ માંથી બીજી મૂર્તિમાં મૂકવામાં આવે છે.
જોકે તેને કોઈ જોઈ શકતું નથી. એવું કહેવામાં આવે છે કે પૂજારીઓ તેને નરમ હોવાનું કહી રહ્યા છે, જોકે તેને પુજારીઓએ પણ જોયું નથી. આ સાથે જ્યારે મંદિરમાં મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે આખા શહેરમાં વીજળી કાપી લેવામાં આવે છે.
આ સાથે મંદિરમાં એકદમ અંધકાર કરી દેવામાં આવે છે. મંદિરની આજુબાજુ સીઆરપીએફના જવાનો નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. આ સાથે મંદિરમાં દરેક વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવામાં આવે છે. જોકે આજે પણ અહીં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અતૂટ છે.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈટ બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રો તથા પરિવારજનોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.