મિત્રો હિન્દુ શાસ્ત્રમાં અન્નને દેવતા ગણવામાં આવે છે. તેથી ભોજન નું સન્માન કરવું જોઈએ. મિત્રો અને ઉત્પન્ન કરવાનું કેટલું કઠિન હોય છે તેટલું જ તેને બરબાદ કરવાનું પણ સરળ હોય છે. ભોજન દરેક વ્યક્તિની મૂળભૂત આવશ્યકતા છે.
દરેક ઘરના રસોડામાં સવાર-સાંજ ભોજન બનાવવામાં આવે છે. પરંતુ આ ભોજન બનાવતી વખતે અમુક નિયમોનું પાલન ભોજન બનાવતી મહિલાઓએ જરૂર કરવું જોઈએ. મિત્રો આજે આ લેખમાં અમે તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભોજન બનાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તેના વિશે વાત કરીશું.
મિત્રો દરેક મહિલાઓએ રસોઈઘરમાં રોટલી બનાવતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને લોટ બાંધતી વખતે પણ શું નાખવું જોઈએ તે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેનાથી દરેક ઘરમાં સુખ-શાંતિ બની રહે નકારાત્મક વાતાવરણ દૂર થાય.
મિત્રો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ઘરનું રસોઈઘર અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. આ દિશામાં રસોઈ ગયો હોવાથી રસોઈ બનાવતી મહિલાનું સ્વાસ્થ્ય સારુ રહે છે. મિત્રો ભોજન બનાવતી વખતે મહિલા નું મુખ ઉત્તર અથવા પૂર્વમાં હોવું જોઈએ.
ભોજન બનાવતી વખતે શુદ્ધ અને શાંત મનથી ભોજન બનાવવું જોઈએ. ભોજન બનાવતી વખતે મનમાં ગુસ્સો અથવા તો ક્રોધ ન કરવો જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. રસોઈ બનાવતી વખતે રસોઈ ઘર ચોખ્ખું હોવું જોઈએ અને રસોઈઘરમાં બુટ કે ચંપલ ન પહેરવા જોઈએ.
ગંદી જગ્યા એ બનાવેલું ભોજન ભગવાનને ભોગ ન લગાડવો જોઇએ. ગંદી જગ્યા એ બનાવેલું ભોજન અને ગુસ્સામાં બનાવેલો ભોગ ભગવાન સ્વીકાર કરતા નથી. મિત્રો ભોજન બનાવતી વખતે ગુસ્સામાં અથવા તો અપશબ્દ બોલવામાં આવે તો તેવા ભોજનનો શરીર ઉપર ખરાબ અસર પડે છે.
દરેક મહિલાએ ભોજન સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને બનાવવું જોઈએ. રસોઈ બનાવતા પહેલા માતા અન્નપૂર્ણા અને અગ્નિદેવ નું સ્મરણ કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ. જેનાથી તમારા ઘરમાં ઘર-પરિવારમાં અન્નની કમી રહેતી નથી અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનેલું રહે છે.
ઘરમાં તૂટેલા વાસણમાં ભોજન ન બનાવવું જોઈએ અથવા તેમાં ભોજન કરવું પણ ન જોઈએ. મિત્રો ઘણી મહિલાઓની આદત હોય છે કે સમય બચાવવા માટે બે ટાઈમ નો લોટ એકસાથે બાંધી દે છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને આ લોટની રોટલી ખાવાથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર જોવા મળે છે.
હિન્દુ સંસ્કૃતિમાં જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની ભોગ શાંતિ માટે લોટના નાના ટુકડા કરીને પાણીમાં પધરાવવામાં આવે છે. જેને પિંડદાન કહે છે. રસોઈઘરમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાય માતાને બનાવી જોઈએ અને છેલ્લી રોટલી કુતરા માટે પણ બનાવી જોઈએ.
લોટ બાંધતી વખતે તેમાં થોડી સાકર અને ઘી નાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને શાંતિનું વાતાવરણ બની રહે છે.