20230731 174501

જ્યારે પણ ઘરમાં પરેશાની આવી તરત જ શરૂ કૃષ્ણની આ વાતો સાંભળી લો, આખી જિંદગી બદલાઈ જશે.

ધર્મદર્શન

મિત્રો અત્યારના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ અનેક ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલી છે. દરેક વ્યક્તિ પોતાના પરિવારના સ્વાસ્થ્ય નોકરી માટે પરેશાન રહે છે. આ બધી સમસ્યાઓ સુખની પ્રાપ્તિ જોવા મળતી નથી. અત્યારના સમયમાં દરેક વ્યક્તિની સાથે અનેક ગણાં બનાવો બનતા રહે છે.

વ્યક્તિ પરિવારની સાથે આર્થિક મુશ્કેલીઓ થી ઘેરાયેલો રહે છે સુખ-સમૃદ્ધિ પામવા માટે આમ તેમ દોડ તો રહે છે. તેવામાં મિત્રો આપણે એવું શ્રીકૃષ્ણની વાતોને યાદ કરે તો આ બધી જ મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ અનેક પ્રકારની પરેશાનીઓ આવી હતી પરંતુ તેમની દરેક પરેશાનીનો સામનો હસતા મોઢે કરતા હતા તેથી જ કહેવાય કે આ દુનિયાના સૌથી સુખી વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણ કહેવાય.

મિત્રો એવું નથી કે, તે ભગવાન હતા તેથી તેઓના જીવનમાં કોઈ કષ્ટ ન હતા. દરેક ભગવાનને પણ તેમના અવતારમાં અનેક ઘણી મુશ્કેલીઓ અને કષ્ટો ભોગવવાં પડે છે. ભગવાન શ્રીકૃષ્ણે કહેલી વાતોને જો આપણે અનુકરણ કરશું તો આપણું જીવન પણ સુખી બની જશે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ખોટી ચિંતા કરવાથી કઈ જ પ્રાપ્ત થતું નથી. જે સમયે જે કાર્ય થવાનું હોય તે થઈને જ રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિને તેના ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે નિયંત્રણ વગર વ્યક્તિ નો વિનાશ થઇ શકે છે.

ઘણા વ્યક્તિઓ ગુસ્સામાં આવીને ન કરવાનું કાર્ય કરી બેસે છે. જો વ્યક્તિને તેના ઉપર નિયંત્રણ ન હોય તો આવું કૃત્ય પણ બની શકે છે. કોઈપણ વ્યક્તિએ તેના જીવનમાં ઉચ્ચ નીચ નો ભેદભાવ ન રાખવો જોઈએ કારણ કે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આવનારી પરેશાનીઓ અને મુશ્કેલીઓ નો સામનો કરવા તત્પર રહેવું જોઈએ. વ્યક્તિના જીવનમાં દરેક મનુષ્યની અલગ અલગ ભૂમિકા હોય છે તેવી જ રીતે જોઈએ મહાભારતના યુદ્ધમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બની ગયા હતા.

વ્યક્તિ તેના જીવનમાં ગમે તેવી પરિસ્થિતી હોય પરંતુ ખુશ રહેવાના પ્રયત્નો કરવા જોઈએ હાસ્યમાં ઘણી શક્તિ રહેલી છે. તેનાથી ગમે તેવી પરિસ્થિતિ નો સામનો કરવાની શક્તિ મળી રહે છે.

દરેક વ્યક્તિએ પોતાના પર આત્મવિશ્વાસ હોવો જોઈએ તેનાથી પહાડ જેવી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પોતાના જીવનમાં અનુશાસનનું પાલન કરવું જોઈએ કારણ કે તેનાથી જ સફળતાનો રસ્તો મળી રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તેનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આયોજનનું બળ એ સફળતાની સીડી કહેવાય છે. કોઇપણ કાર્યનું આયોજન હોય તો તેના પાછળ સફળતા અવશ્ય મળે છે.

મિત્રો જો તમે આ વાતો અનુકરણ કરશો તો તમારા જીવનમાં આવનારી કેટલી પણ મુશ્કેલીઓ વિકટ હોય પરંતુ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો જરૂર મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *