મિત્રો આજના આ લેખમાં અમે તમને જોગણીમાતાના ઇતિહાસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચમત્કારિક જોગણી માતા નો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે. જોગણીમાતાનું મંદિર ચિત્તોડગઢ થી આશરે ૮૫ કિલોમીટર દૂર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે દક્ષિણ દિશામાં આવેલું છે.
એવું માનવામાં આવે છે કે આ મંદિરનું બાંધકામ આઠમી સદીમાં કરવામાં આવ્યું હતું. લોક માન્યતા અનુસાર પહેલા અહીં અન્નપૂર્ણા દેવી નું મંદિર હતું. ત્યાંથી એક કિલોમીટર દૂર ભગવાન હડા નું દેવ સ્થાન આવેલું હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન હડા બામ્બુ વાદ ઘરના છેલ્લા શાસક હતા.
તેમની દિકરીના લગ્નમાં આશીર્વાદ આપવા માટે દેવી અન્નપૂર્ણા ને આમંત્રણ આપ્યું હતું. પરંતુ દેવી અન્નપૂર્ણા એ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ત્યારબાદ દેવી અન્નપૂર્ણા માં જોગણી નું સ્વરૂપ લઈને લગ્નમાં પધાર્યા હતા. પરંતુ લગ્નમાં પહોંચતા થાય મા અન્નપૂર્ણા ને કોઈએ ઓળખ્યા નહિ અને એમને માનસન્માન મળ્યું નહીં.
ત્યારબાદ દેવી અન્નપૂર્ણા એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી લગ્ન સમારોહમાં આવ્યા. ત્યાં હાજર રહેલા યોદ્ધાઓ અને રાજાઓ આ સુંદર સ્ત્રીને જોઇને મંત્રમુગ્ધ થઈ ગયા. આ સ્ત્રી ને સાથે લઈ જવા માટે રાજાઓ યુદ્ધ કરવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે ભગવાન હડા પણ આ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા હતા અને તેઓ આ યુદ્ધમાં ઘાયલ થયા હતા.
ત્યારબાદ ભગવાન હડા એ દેવી અન્નપૂર્ણા મંદિરે જઈને પૂજા કરી. ત્યારબાદ દેવી અન્નપૂર્ણા ના આદેશ પછી તેઓ બુંડી જતા રહ્યા. ત્યારબાદ મેવાડના મહારાણા હેમિના મદદ થી હડા રાજવંશના શાસનની સ્થાપના કરી. ભગવાન હડાના પુત્રીના લગ્નમાં દેવી અન્નપૂર્ણા એ માતા જોગણી નું સ્વરૂપ ધારણ કર્યું.
ત્યારબાદ તેઓ માતા જોગણી ના નામે પ્રખ્યાત થયા. ત્યારબાદ લગ્નમાં હાજર રહેલા દરેક લોકો ને પછી ખબર પડી હતી કે માં અન્નપૂર્ણા જ માતા જોગણીનું સ્વરૂપ લઈને લગ્ન માં આવ્યા હતા. ત્યારબાદ માતા જોગણી ચમત્કારી દેવી અને આસ્થાની દેવી તરીકે ઓળખાય છે. મંદિરના બહારના ભાગે એક શીવમંદિર પણ છે. આજુબાજુ રહેલી નદીઓ અને મોટા મોટા પહાડો આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે.
એવું માનવામાં આવે છે કે જોગણી માતાના મંદિરે પૂજા આરાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. લાખો શ્રદ્ધાળુઓ જોગણી માતાના મંદિરે પોતાની મનોકામના અને અને ઈચ્છાઓ પૂરી કરવા માટે આવે છે. જોગણી માતા દરેક ભક્તોની મનોકામના અને ઈચ્છાઓ પૂરી કરે છે. વિદેશી ભક્તો પણ જોગણી માતાના દર્શન કરવા માટે આ મંદિરે આવે છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે જે કોઈપણ ભક્ત સાચા મનથી અને પવિત્રતાથી માતા જોગણી ના દર્શન કરવા માટે આવે છે. તેમની દરેક મનોકામના પૂરી થાય છે. સંતાનસુખ મેળવવા માટે અનેક શ્રદ્ધાળુઓ માતા જોગણી ની માનતા રાખે છે. જોગણી માતાની પૂજા આરાધના કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.