મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું કચ્છમાં આવેલ જેસલ જાડેજા અને સતી તોરલ ની સમાધિ વિશે. અંજાર માં આવેલ જેસલ અને તોરલ ની સમાધિ છે એવુ કહેવામા આવે છે એક વર્ષમાં આ સમાધિ ઘઉંના દાણા જેટલી એકબીજાની નજીક આવે છે. અને જ્યારે પણ આ બંને સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો અંત થઈ જશે.
આ વાત એ સમયની હતી જ્યારે જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થર થર કાંપતા હતા. અને કહેવાતુ કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડજો. પરંતુ એક વાર ભાભી ના કડવા વેણે તેનેઅભિમાન ને તહેસ-નહેસ કરી દીધો હતો.
ભાભી ના કડવા વેણ તને યાદ રહી ગયા અને જે કહ્યુ તે કરી બતાવવા માટે ઘરેથી નીકળી પડ્યો. અડધી રાત વીતી ગઈ હતી અને ચારે તરફ સોપો પડી ગયો હતો છતાં સૌરાષ્ટ્ર ના સંત સાસતિયા કાઠી ને ત્યા પાઠની પ્રસંગ વિધિમા ભજન મંડળી જામી હતી. અને એક પછી એક ભજન ગવાતા હતા.
સાસતિયા કાઠી એક જાગિરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. જેસલ જાડેજા એ આ ઘોડી લેવાનો નિર્ણય કર્યો. એટલા માટે જ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચોરી ને તોરી ઘોડી ને ઉઠાવી જવાનો પ્લાન બનાવ્યો.
જેસલ જાડેજા સાસતિયા કાઠી ને ત્યાં આવી પહોંચ્યો અને સીધા જ ઘોડા ના તબેલા માં પહોચી ગયો. પાણીદાર ઘોડી તોરિ જેસલ ને જોઈને ઉછરી અને લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીના રખેવાળને તેને પાછી બાંધી દીધી. પરંતુ બન્યું એવુ કે ઘોડી ને બંધાવા જતા ખીલો જેસલ જાડેજા હથેળીમાં આરપાર થઈ ગયો.
આમ થવાથી જેસલ જાડેજા અવાજ કર્યા વગર ત્યા પડી રહ્યો. ભજન મંડળ પુરુ થતા બધા જ પ્રસાદ વેચતા એક જણ નો પ્રસાદ વધ્યો કોના ભાગ નો પ્રસાદ વધ્યો એની શોધખોળ ચાલુ કરી . એટલામાં ઘોડીએ ફરી ઉછળવાનુ ચાલુ કર્યું. અંદર આવીને જોયુ તો ખિલા થી હથેળી વીંધાઇ ગયેલા જેસલ જાડેજાને જોયો.
પૂછપરછ કરતા જેસલ જાડેજા એ કહ્યુ કે હુ કચ્છનો બહારવટિયો છુ. અને તમારી તોરી ઘોડી ને લઈ જવા માટે અહીં આવ્યો છુ. કાઠી રાજે કહ્યું કે તે તોરિ માટે આટલુ કસ્ત ઉઠાવ્યું તો જા તોરી તારી એમ કહીને પોતાની તોરલ ને અર્પણ કરી દીધી. પરંતુ જેસલ જાડેજા કહ્યુ કે હુ તો તમારી ઘોડી તોરી ની વાત કરતો હતો અને કાઠી રાજે કહ્યુ કે હા તો ઘોડી પણ તમે લઈ જાઓ.
આમ એક જ રાત મા જેસલ ને ઘોડી અને તોરલ બંને મળી ગયા.
તોરલ ને લઈ ને જાડેજા કચ્છ તરફ નીકળી ગયો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાઇ માર્ગ આવતો હોવાથી જેસલ અને તોરલ બન્ને વહાણ મા બેઠા ત્યાં જ બરાબર મધ દરિયે ભયંકર પવન ફૂંકાવા લાગ્યો. અને દરિયામાં તોફાન આવ્યું અને મોટા મોટા પહાડ જેવા મોજા ઉછળવા લાગ્યા. ત્યારે મર્દો નું મર્દન કરનાર જેસલ કાપવા લાગ્યો. અને સામે છેડે તોરલ ના મુખે કોઈ ભય ન હતો.
ત્યારે જેસલ ને લાગ્યુ કે મોતથી પણ ન ગભરાતી આ નારી સતી છે. નીડર સતીને જોઈને તેના સારા અભિમાન ઓગળવા લાગ્યું અને તે સતી ના પગમાં પડી ગયો. અને આ ઝંઝાવાત થી બચવા માટે તોરલ ને વિનંતી કરવા લાગ્યો. ત્યારે તોરલ જાડેજા ને પોતે કરેલા પાપો જાહેર કરવાનુ કહ્યું . અને ગરીબ ગાય ની માફક જાડેજો પોતાના પાપ પોકારવા લાગ્યો.
જેમ જેમ જાડેજો પોતાના પાપ પોકારે ગયો તેમ તેમ સમંદર શાંત થતો ગયો અને જાડેજા ને બધા અભિમાન ઉતરી ગયું. આ પછી બહારવટિયા જેસલ ના જીવન મા પરિવર્તન આવી ગયું અને એક બહારવટિયો સંત થઈ ગયો.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને અમારા આ પેજને લાઈક કરી દો અને આ પોસ્ટ તમને ગમી હોય તો તમારા મિત્રો તથા સગાવ્હાલા ને શેર કરવાનું ભૂલતા નહીં..