20230804 163545

કઈ રીતે બન્યું લાખો લોકોની આસ્થાનું પ્રતીક? એકવાર વાંચો ચુડેલ માં નો ઈતિહાસ અને પરચાઓ.

ધાર્મિક

નમસ્કાર મિત્રો આજે વાત કરીશું પાટણ જિલ્લાના કુણઘેર ગામની જે ને ચુડેલ માતાના મંદિર તરીકે પણ ઓળખવામા આવે છે પાટણ જિલ્લાના એ ગામ એટલે કે કુણઘેર ગામમાં લાખો કરોડોની સંખ્યામાં ચુંદડીયો લટકે છે જે નુ કારણ છે ચુડેલ મા .

તો મિત્રો આજ ના લેખ મા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કુણઘેર ચુડેલ માતા નો ઇતિહાસ. મિત્રો ચુડેલ ભૂત પ્રેત અને આત્મા સાથે સરખાવવામાં આવે છે પણ અહિયા એવુ તો સુ છે કે ચુડેલ દેવી તરીકે પૂજવામાં આવે છે તો ચાલો જાણીએ તેનો ઇતિહાસ.

આજથી લગભગ સાતસો વર્ષ પહેલા ગામના એક કુંભાર પરિવાર માં સાત વર્ષની બાળકી પોતાના માતા પિતા સાથે રહેતી હતી માતા પિતા ગામની સીમમા માટી ખોદવા જાય અને આ બાળકી પણ એમની સાથે સાથે જાય.

આ ગામ ની સીમમા આંબલીના ઘણા બધા વૃક્ષો આવેલા હતા અને આ ઝાડવાઓ ની નીચે એક કૂવો પણ આવ્યો હતો આ બાળકીના માતા પિતા માટી ખોદે અને આ બાળકી રોજ આંબલીના વૃક્ષ પર ચડી ને કાતરા ખાતી .

બાળકી રોજ આંબલીના ઝાડ પર ચડતી અને રોજ કાતરા ખાતી પરંતુ એક દિવસ કાતરા ખાવા આંબલીના ઝાડની ટોચ ની ડાળી પર ચડી જઈ અને ત્યાંથી તેનો પગ લપસ્યો અને તે સીધી જ કૂવામાં જઈને પડી. અને ત્યાં જ તેનું મૃત્યુ થઇ ગયું. અને આ બાળકી આત્મા બની ને ત્યાજ ભટકવા લાગી.

સમય વીતતો ગયો અને એક વાર આ ગામ ની સીમ માથી એક જાન જતી હતી અને જાનૈયાઓ આ આંબલીના ઘટાદાર છાયામા ઠંડા પાણીથી ભરેલા કુવાને જોયો શીતળ પાણી પીધું અને મન ભરીને વિસામા કર્યો. અને ત્યાંથી જાન આગળ વધી.

જાન ઘરે પહોંચે એ પહેલાં નવવિવાહિત વહુ રસ્તામાં જ અજીબોગરીબ હરકતો કરવા લાગી તે ક્યારેક હસે અને ક્યારેક રડવા લાગે બધાને નવાઈ લાગી ત્યારે અમુક ઘરડા લોકો ઍ કીધું કે નક્કી આને રસ્તામાંથી વરગડ વળગ્યું છે બધા ચિંતામાં મુકાઈ ગયા અને હવે સુ કરવુ વિચારવા લાગ્યા.

ત્યારે અમુક અનુભવી લોકો આ પવિત્ર આત્મા ને કરવા લાગ્યા હે પવિત્ર આત્મા તુ ક્યારેય મારી સાથે આવી રહી છે તે અમને ખબર નથી પરંતુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારી સાથે આવું રહેવા દો. અને વધુ ઉપરથી એક શ્રીફળ ફેરવી ને રસ્તાની બાજુ મા રહેલી એક વરખડી ના થડ મા આ શ્રીફળ મુક્યુ અને 6 ઇટો નું મંદિર બનાવી જાન આગળ વધી અને એ બાળકી ના આત્માએ વરખડી ના ઝાડ મા જ વાસ કરી લીધો.

સમય વીતતો ગયો અને એક વાર એક ગોવાળ પોતાની ગાયો ચરાવતો ચરાવતો ત્યાંથી નીકળ્યો ગાયો ચરતી હતી એટલે તેને એમ કે આ વરખડી ના ઝાડ નીચે થોડો આરામ કરી લેવું પરંતુ જેવો તે વરખડી ના ઝાડ નીચે ગયો ત્યારે તેને અલગ અલગ વિચાર આવવા લાગ્યા. ગોવાર આજુબાજુ જોયું તો વરખડી ના ઝાડ નીચે એક ચાર ઇટો નુ મંદિર દેખાયુ .

ગોવાર તે મંદિર આગર ગયો અને બે હાથ જોડીને કહેવા લાગ્યો કે તમે કોણ છો એતો મને ખબર નથી પણ હુ એટલું તો સમજી ગયો કે તમે સાક્ષાત પરચાધારી છો, પણ હે દેવ મારા લગ્નને વરસો વીતી ગયા પણ સંતાન સુખ નથી. પરંતુ હે દેવ જો મને સંતાન સુખ મળશે તો હુ જરૂરથી તમારા દર્શને આવીશ.

મધરાત્રે આ ગોવારને એક સપનું આવ્યું અને પેલી બાળકી સપનામાં આવીને કહ્યુ કે હુ કોઈ દેવ નથી હુતો એક ચુડેલ છુ પરંતુ તે મને એક દેવ તરીકે પ્રાર્થના કરી છે તો હુ તને જરૂર થી સંતાન સુખ આપીશ. આજથી નવ મહિના પછી તારા ઘરે પારણું બંધાશે આટલુ સાંભળતા જ ગોવાર ઊંઘમાંથી જાગી ગયો અને બીજા દિવસે તે વરખડી એ જઈ ને દીવો પ્રગટાવી ચુડેલમાનો જય જય કાર કર્યો. આજે પણ આ કુણઘેર ગામના મંદિરમાં આ દીવો ઝરહરે છે. તો બોલો કુણઘેર ગામ વાળી ચુડેલ માં ની જય હો…. જય હો…..