મિત્રો આજ ના આ લેખ મા અમે વાત કરીશું એક એવા હનુમાન મંદિરની જ્યા દર્શન કરવાથી નડતી નથી શનિ મહારાજની પનોતી. દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા થી લગભગ દસ કિલોમીટર દૂર એક હનુમાનજીનું મંદિર આવેલું છે.
કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલ છે. આ હનુમાન મંદિર લોકો ઝંડ હનુમાન તરીકે ઓળખે છે. જાંબુઘોડા ના અભ્યારણ મા જંગલ મા સ્વયંભૂ પર્વત ની એક શિલા માંથી પ્રસ્થાપિત અઢાળ ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ આવેલી છે.
એવુ કહેવાય છે કે હનુમાનજીની આ એક જ પ્રતિમા છે કે જેમા હનુમાનજી ના પગ નીચે શનિદેવની આખી મૂર્તિ હોય. જેના માથે શનિની પનોતી હોય તેવા લોકો અહીં આવીને હનુમાનજીના દર્શન કરે તો પનોતી દૂર થાય છે.
કહેવાય છે કે પાંડવ યુગમાં આ વિસ્તારમા હિદંબા નામના રાક્ષસનો દબદબો હતો અને તે જ સમયે અહીં પાંડવો અજ્ઞાતવાસ માં આવી લાંબા સમય સુધી રોકાયા હતા. પાંડવો નો અજ્ઞાત વાસ ના અનેક અવશેષો આજે પણ ત્યાં હાજર છે.
અહિ વસવાટ દરમિયાન દ્રૌપદી ને તરસ લગતા અર્જુને બાણ મારી જલધારા વરસાવી હતી. તેની નિશાની આજે પણ જોવા મળે છે. જો તમે આજે ત્યાં જાવો તો તે આજે પણ હયાત છે અને લાખો લોકો અહીં આવીને દર્શન કરે છે અને જોવા માટે આવે છે.
ઝંડ હનુમાન મંદિર માં આવેલ હનુમાનજીની મૂર્તિ ભગ્ન અવસ્થા મા છે તેમજ મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થર માંથી કોતરેલા ગણપતિ ની મૂર્તિ આવેલી છે.
ઝંડ હનુમાનજી ના મંદિર થી આગળ જતા ભીમ ની ઘંટી ની જગ્યા આવે છે. અહીં વિશાળ કાય ઘંટી જેવા પથ્થર જોવા મળે છે. એટલા માટે જ આ મંદિરને પૌરાનિક મંદિર માનવામાં આવે છે. અને અહીં લાખો લોકો દર્શને આવે છે અને દર્શન નો લ્હાવો લે છે.
જો તમે આવા જ માહિતી અને અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતીને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.