મિત્રો આજના આ લેખમાં અમે તમને વાત કરીશું પુરી માં સ્થિત વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરના 10 રહસ્યો વિશે વાત કરીશું. જેને આજ સુધી વિજ્ઞાન જગત પણ નથી સુલજઈ શક્યુ. ભગવાન જગન્નાથ મંદિરના ઉપર સ્થાપેલો ધ્વજ હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે.
આ કયા કારણ થી થાય છે તેનું આજ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ સાથે જગન્નાથ મંદિરની ધજા ને નિયમિત રીતે રોજ બદલવાનો પણ નિયમ છે. આ મંદિર ચાર લાખ વર્ગ ક્ષેત્રમાં પથરાયેલું છે. અને આ મંદિરની ઊંચાઇ લગભગ ૨૧૪ ફૂટ જેટલી છે.
મંદિરની પાસે ઉભા રહીને તેના ઘુમ્મટને જોવો એ ખૂબ જ અશક્ય છે. અને સાથે જ આ મંદિર ના પડછાયામાં એક રહસ્ય છુપાયેલું છે. એવું માનવામાં આવે છે કે જગન્નાથપુરી મંદિરના ઘુમ્મટ ની છાયા હંમેશા અદ્રશ્ય રહે છે. મિત્રો જગન્નાથપુરી મંદિર ના ઉપર એક સુદર્શન ચક્ર લગાવ્યું છે.
એના વિશે એવું કહેવામાં આવે છે કે આપણે પુરી માં ગમે ત્યાં ઉભા હોઈએ તો આ ચક્ર ના દર્શન થઈ શકે છે. આ ચક્રની બનાવટ એવી અદભૂત છે કે આપણે ગમે તે દિશામાંથી તેને જોઈએ તો પણ તે બિલકુલ આપણી સામે દેખાશે. આ સુદર્શન ચક્ર અષ્ટ ધાતુ માંથી બનાવેલું છે.
અને તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સામાન્ય દિવસોમાં હવા સમુદ્રમાંથી જમીન તરફ આવે છે. અને સાંજના સમયે તેનાથી વિપરીત દિશામાં જાય છે. પરંતુ પુરીમાં તેનાથી ઉલટું થાય છે. પરંતુ અહીંયા હવા જમીનથી સમુદ્ર તરફ જાય છે. મિત્રો ખાસ કરીને કોઇપણ,
મંદિરની છત પર પક્ષીઓ બેઠેલા જોવામાં આવે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે જગન્નાથ મંદિર ઉપર કોઈ પક્ષી ને ઉડતું જોવામાં આવ્યું નથી. અને સાથે જ એ મંદિર પરથી હવાઈ જહાજ અને વિમાન પણ ઉડાન ભરતા નથી. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતિદિન મંદિર ના ઉપર સ્થાપેલ,
ધ્વજ ને મનુષ્ય દ્વારા ઊંધા ચડીને બદલવામાં આવે છે. જી હા મિત્રો જે કોઈપણ આ મંદિરની ધજા ને બદલવા માટે ચડે છે તે ઉલ્ટા પગે ઉપર ચડે છે. મિત્ર એવું કહેવામાં આવે છે કે જગન્નાથ મંદિરમાં દુનિયાની સૌથી મોટુ રસોઈ ઘર છે. આ રસોઈઘરમાં 500 રસોઈયા અને 300 તેમના સહકર્મીઓ કામ કરે છે.
આ રસોઈ સાથે જોડાયેલું રહસ્ય એ છે કે અહીંયા લાખો ભક્તો આવે છતાં પણ રસોઈ ખૂટતી નથી. પરંતુ જ્યારે પણ મંદિરના દરવાજા બંધ કરવાનો સમય થાય છે. ત્યારે રસોઈ પ્રસાદ આપમેળે જ ખતમ થઇ જાય છે. એટલે કે એવું માનવામાં આવે છે કે અહીં પ્રસાદ કોઈ દિવસ વ્યર્થ જતો નથી.
મિત્રો જગન્નાથ મંદિરમાં એક સિંગ દ્વાર છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે સિંગ દ્વારમાં પગ રાખી એ તો સમુદ્રની લહેરો નો અવાજ ગુમ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે જગન્નાથ મંદિરની ત્રણે મૂર્તિઓને દર 12 વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે.
અને સાથે જ એવું કહેવામાં આવે છે કે જ્યારે મૂર્તિની સ્થાપના કરવાની હોય છે ત્યારે આખા શહેરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. મંદિરની આજુબાજુ અંધારું કરી દેવામાં આવે છે. મિત્ર તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ એ તેમના દેહ નો ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો,
ત્યારે શરીર ના એક ભાગ ને છોડીને શરીરના દરેક અંગો પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ જીવિત મનુષ્યની માફક ધબકતું રહે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન નું હૃદય આજે પણ સુરક્ષિત છે અને ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિ માં બિરાજમાન છે.
જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.