મિત્રો આજના લેખમાં અમે તમને એક ચમત્કારિક શિવલિંગ વિશે વાત કરવાના છીએ, જે દર વર્ષે આપ મેરે વધે છે. એટલે કે તેની લંબાઈ દર વર્ષે વધતી જાય છે. પરંતુ મિત્રો આ પાછળ શું કારણ હોઈ શકે છે, તેને વિજ્ઞાન પણ શોધી શકી નથી. મિત્રો આજના લેખમાં અમે તમને આ રહસ્યમય શિવલિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન મહાદેવના મંદિરો અને શિવલિંગો આખા વિશ્વમાં આવેલા છે. પરંતુ તેમાંથી ઘણા બધા મંદિરો તો એવા છે જે પોતાના ચમત્કાર માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે તમને તેમાંથી જ એક ચમત્કારિક શિવલિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,
જે ઘણા જ ઓછા લોકોને ખબર છે. મિત્રો દર વર્ષે આ શિવલીંગની ઉંચાઈ વધવાના કારણે આખા વિશ્વમાં આ શિવલિંગ ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ ૯૦ કિલોમીટર દૂર એક ઘડિયા બંધ જિલ્લો આવેલો છે. જે જિલ્લાના મુખ્યાલયથી ત્રણ કિલોમીટર દૂર છે. અને,
ત્યાંથી થોડે દૂર ગામ મરોડા ના જંગલો આવેલા છે. અને આ જંગલમાં એક પ્રાકૃતિક શિવલિંગ સ્થિત છે. મિત્રો આ શિવલિંગનું નામ છે ભૂતેશ્વર મહાદેવ શિવલિંગ. વિશ્વમાં તે દર વર્ષે પોતાની લંબાઈ વધવાના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. ભૂતેશ્વર મહાદેવના સ્થાનિક પંડિતો તેમજ મંદિરના સમિતિના સદસ્યોનું કહેવુ છે કે દર વર્ષે,
મહાશિવરાત્રીના દિવસે આ મંદિરના શિવલિંગ ની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવે છે. અને તેમનું એ પણ કહેવું છે કે આ મંદિરના શિવલિંગ ની લંબાઈ વર્ષે એક ઇંચ જેટલી વધે છે. મિત્રો આ મંદિર આખા ભારતમાં ચમત્કારિક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને એટલું જ તે પવિત્ર મંદિર પણ માનવામાં આવે છે.
ભૂતેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખાતા આ શિવલિંગ વિશે એવું કહેવાય છે કે અહીંના મોટા જમીનદાર હાથી ઉપર બેસીને આ શિવલિંગનો અભિષેક કરતા હતા. મિત્રો છત્તીસગઢના ઇતિહાસકારોનું પણ કહેવુ છે કે આ શિવલિંગ ઉપર ચુડા ક્ષેત્રના જમીનદારો હાથી ઉપર બેસીને અભિષેક કરતા હતા.
મિત્રો ભૂતેશ્વર મહાદેવ શિવલિંગ ના પુજારી કેશવ સોમજી નું કહેવું છે કે દર વર્ષે શ્રાવણ મહિનામાં દૂર દૂર થી અહીં ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને ભૂતેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરે છે. અને મહાશિવરાત્રીના દિવસે પૂજારીઓ આ શિવલિંગ ની લંબાઈ અને પહોળાઈ માપે છે.
મિત્રો ભુતેશ્વર મહાદેવનું શિવલિંગ એકમાત્ર એવું શિવલિંગ છે. જેની દર વર્ષે લંબાઈ વધે છે. આ એક ચમત્કારિક અને પવિત્ર શિવલીંગ માનવામાં આવે છે. જેની પૂજા અર્ચના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભૂતેશ્વર મહાદેવ ના શિવલિંગ નું સંચાલન સત્તર ગામ ની,
સમિતિઓ ભેગી મળીને કરે છે. આ શિવલિંગની લંબાઈ નો અહેવાલ ૧૯૫૨ માં પ્રકાશિત થયો હતો. જેમાં આ શિવલીંગની ઉંચાઈ 35 ફૂટ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૮૭માં તેની ઊંચાઈ ૪૫ ફૂટ થઇ ગઇ હતી. ત્યારબાદ વર્ષ 1994માં તેની ઊંચાઈ 62 ફૂટ થઇ ગઇ હતી. અને,
વર્તમાન સમયમાં આ શિવલીંગની ઉંચાઈ 82 ફૂટ જેટલી જણાવવામાં આવે છે. મિત્રો આ ભૂતેશ્વર મહાદેવ ના શિવલિંગ ઉપર એક તિરાડ પણ જોવા મળે છે. જેના કારણે આ શિવલિંગને લોકો અર્ધનારેશ્વર શીવલીંગ તરીકે પણ પૂજે છે. હાલના સમયમાં આ મંદિરના પ્રાંગણમાં નાના-મોટા અનેક,
મંદિરો આવેલા છે. છત્તીસગઢના જંગલોમાં સ્થપાયેલ આ પ્રાકૃતિક શિવલિંગ ભૂતેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં દર્શન કરવા માટે શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.