20230729 174731

હાથે લાલ દોરો બાંધતા પહેલા એકવાર જાણી લેજો દોરો બાંધવાના ફાયદાઓ, આ દિવસે દોરો બાંધવો હોય છે શુભ.

ધાર્મિક

મિત્રો જ્યોતિશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથના કાંડા પર લાલ દોરો બાંધવો એ ખુબજ શુભ માનવામાં આવે છે. આપણે ગણા લોકોના હાથ માં લાલ અથવા અનેક રંગ ના દોરા બાંધેલા જોયા હશે. અમુક લોકો ધાર્મિક માન્યતા ને લીધે બાંધતા હોય છે.

અમુક લોકો માત્ર ફેશન ના કારણે પહેરતા હોય છે. મિત્રો કોઈપણ પ્રકારનો દોરો હાથ માં બાંધવામાં આવે તો તેનો યોગ્ય કંઇક કારણ જ હોય છે. અને તે દોરો સામાન્ય હોતો નથી. અને તે દોરા ને બાંધવાથી માનસિક અને શારિરીક અવસ્થા ને અસર કરે છે .

લાલ દોરા ને વિધિ પરંપરા અનુસાર બાંધવામાં આવે તો અનેક લાભ થાય છે. સિહ રાશિના જે પણ લોકો છે એ લોકોએ જાતકો એ હાથ ના કાંડા પર લાલ દોરો બાંધી રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે લાલ દોરાને કારણે સિહ રાશિના લોકો પર ભગવાન ના આશીર્વાદ રહે છે.

લાલ રંગના દોરા થી આ રાશિ ના લોકો ના નોકરી અને ધંધાથી ખુબજ લાભ થાય છે. જો સિહ રાશિ ના જાતકો કોઈ સાથે પ્રેમ કરતા હોય અને લાલ દોરાને પૂરી શ્રદ્ધાથી બાંધવામાં આવે તો તેમનો પ્રેમ સરળતાથી મળી રહે છે. અને જીવન માં સકારાત્મક જણાઈ રહે છે.

સિહ રાશિના લોકોએ જો પુરુષ હોય તો જમણા હાથમાં લાલ દોરો બાંધવો જોઈએ, અને જો સ્ત્રી હોય તો ડાબા હાથમાં લાલ દોરો બાંધવો જોઈએ. કર્ક રાશિ ના લોકો હાથ ના કાંડા માં લાલ દોરો બાંધે છે તો તેમને વેપાર ના ક્ષેત્રે ખુબજ લાભ થાય છે.

મહાલક્ષ્મી ની કૃપા તેમના પર બની રહે છે. તેથી તેમના વ્યક્તિત્વ ને જાળવી રાખવા માટે લાલ દોરો પહેરવો જોઈએ. મંગળવાર ના રોજ કાંડા પર લાલ દોરો પહેરવો અને હનુમાનજી ના દર્શન કરવા આમ કરવાથી તેમની સમસ્યા દૂર થશે. અને જીવન સુખમય બની જશે. અને આવક માં વધારો થશે.

મિથુન રાશિ ની વાત કરીએ તો લાલ રંગનો દોરો પહેરવાથી ખુબ શુભ સાબિત થાય છે. મિથુન રાશિ ના લોકો ને લાલ રંગનો દોરો પહેવાથી એ લોકો ને સમ્માન મળે છે. લાલ રંગનો દોરો બાંધવાથી હનુમાનજી ની કૃપા તેમના પર પડી રહે છે. હનુમાનજી ની કૃપા ના લીધે તેમના પર આવેલી દરેક સમસ્યા તેમના પર દૂર થાય છે.

મિથુન રાશિ ના લોકોના લગન માં અડચણો આવતી હોય તો લાલ રંગનો દોરો પહેરવો જોઈએ તેમને શુક્રવારના દિવસે લાલ દોરો પહેરવાનું શરૂ કરવું જોઈએ. આમ કરવાથી તેઓ આર્થિક રીતે પણ સદ્ધર બને છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં શેર કરી દો.