20210527 084245 min scaled 1

શેરબજારના રાજા ગણાતા હર્ષદ મહેતાના મૃત્યુ પછી શું કરે છે તેમનો પરિવાર અને ક્યાં રહે છે ? એતો જાણી લો.

Religious

મિત્રો હર્ષદ મહેતાને એક સમયનું સ્ટોક માર્કેટ ના અમિતાભ બચ્ચન કહેવામાં આવતા હતા મિત્રો આજે અમે તમને હર્ષદ મહેતા વિશે કેટલીક રસપ્રદ અને રોમાંચક વાતો વિશે આ લેખ મા વાત કરવાની છે પાંચ હજાર કરોડનો ગોટાળો કરીને હર્ષદ મહેતા આખા ભારત ને હલાવી દીધું હતું.

મિત્રો ગુજરાતના ગરીબ પરિવાર માં જન્મ લેનાર હર્ષદ મહેતા ના ખીચા તો પહેલેથી જ ખાલી હતા. પરંતુ તેની આંખો મા સપના ખુબજ મોટા હતા. તેમની આવડત અને મગજ નો ઉપયોગ કરી ને તે સ્ટોક માર્કેટ ના બિગ બુલ તરીકે ઓળખાય.

પરંતુ તેમના સપના ને પૂરા કરવા માટે તમને શેર માર્કેટમાં એટલા બધા ગોટાળા કર્યા કે આજે પણ તેનું નામ ભારતના મોટા ગોટાળા માં ગણવામાં આવે છે. તો આજે આ લેખ મા અમે તમને જણાવીશું કે આજે હર્ષદ મહેતા નો પરિવાર ક્યા અને કઇ સ્થિતિ મા રહે છે. તો આજે અમે તમને જણાવીશું કે હર્ષદ મહેતાના મોત પછી તેની ફેમિલી ની હાલત શું છે.

મિત્રો 1954 માં ગુજરાતી પરિવારમાં જન્મેલા હર્ષદ મહેતા અને તેમનો મોટાભાગનો સમય છ્તિસગઢ અને રાયપુરમાં ગુજાર્યો રાયપુર મા પ્રાથમિક શિક્ષણ રાયપુર માંથી લીધું ત્યારબાદ તેઓ મુંબઈ swift થયા હતા અને લાલા લજપતરાય કોલેજમાં તેને બીકોમમાં અભ્યાસ કર્યો.

ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની માં નોકરી કરતા કરતા તેમને સ્ટોક માર્કેટમાં રસ જાગ્યો હતો અને ત્યારથી તેની શેર માર્કેટમાં વધારે રૂચિ પડવા લાગી ત્યાર પછી તેમને ૧૯૮૧માં નોકરી છોડીને એક બ્રોકરેજ ફર્મ ને જોઈન કર્યું અને આગળ જતા હર્ષદ મહેતા ભારતીય શેર માર્કેટમાં એક મોટું નામ થઈ ગયું હતું.

મિત્રો એવું કહેવામાં આવતું હતું કે હર્ષદ મહેતા જે વસ્તુ ને હાથ લગાવે તે વસ્તુ સોનુ થઈ જતું હતું આ સમયગાળામાં હર્ષદ મહેતા સ્ટોક માર્કેટના અમિતાભ બચ્ચન અને બિગ બુલ ના નામથી ઓળખાવા લાગ્યા. હર્ષદ મહેતા ની લાલચ એ તેમને એક મોટા ગોટાળા તરફ મુકી દીધા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના જર્નાલિસ્ટ સુચીતા દલાલને આ વાતની જાણ થતા તેમને 23 એપ્રિલ 1992 ના દિવસે સુચીતા દલાલે આ સ્કેમ ને તેના એક લેખ મા છાપી દીધા. આ ગોટાળા સામે આવતા જેટલી તેજીથી સ્ટોક માર્કેટ ઉપર આવ્યા હતા તેટલી જ તેજીથી નીચે આવી ગયું. મુંબઈ થી લઈ છેક દિલ્હી સુધી આ ગોટાળા ની બૂમો પાડવા લાગી.

આ સ્કેમ ની જાણ થતા 1992 ના નવેમ્બર મહિનામાં હર્ષદ મહેતા ને અરેસ્ટ કરી દેવામા આવ્યા. આ ગોટાળા ની તપાસ થતા હર્ષદ મહેતા પર ક્રિમિનલ ચાર્જ લગાડવામાં આવ્યા. પરંતુ ત્રણ મહિના પછી તેમને અને તેમના ભાઈ ને જામીન ઉપર છુટા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી કેસ ચાલતા તેને પાંચ વર્ષની સજા થઇ.

31 ડિસેમ્બર 2001 ના દિવસે તિહાડ જેલમાં હાર્ટ એટેક આવવાથી હર્ષદ મહેતાનું અવસાન થયુ હતુ. મિત્રો હર્ષદ મહેતાના મૃત્યુ પછી પણ તેમના પરિવારને ઘણા કેસ લડવા પડ્યા હતા.

આ લાંબી લડત પછી ટેક્સ ડિપાર્ટમેન્ટ ને વર્ષ 2019 મા હર્ષદ મહેતા તેમની પત્ની જ્યોતિ અને તેમના ભાઈ અશ્વિન પર લાગેલા બે કરોડ રૂપિયાના ટેક્સ ને માફ કર્યો. મિત્રો હર્ષદ મહેતા નો પુત્ર અતુલ મહેતા વિશે કોઇ ખાસ જાણકારી તો છે નઈ. પરંતુ સૂત્રો ના જણાવ્યા અનુસાર તે એક કંપનીના માલિક છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.