20230803 070410

હનુમાનજીને ખુશ કરવા કરી દો આ નાનકડો સિંદૂરનો ઉપાય, હનુમાનજી આપશે ધનવાન બનવાના આશીર્વાદ.

Religious

મિત્રો આજના લેખમાં અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને સિંદૂર ચઢાવવાના કેટલાક નિયમો વિશે જણાવીશું. મિત્રો હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે તેમને સિંદૂર અર્પણ કરવું જોઇએ. મિત્રો જ્યારે કુંડળીમાં મંગળ તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આપી રહ્યા છે,

તો તમારે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું જોઇએ. મિત્રો પુરુષ હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરી શકે છે. અને સિંદૂર નો લેપ પણ લગાવી શકે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મહિલાઓએ હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ ન કરવું જોઈએ.

મિત્રો તમને નોકરીને લગતી કોઈપણ સમસ્યા હોય તો તમારે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવું જોઇએ. હનુમાનજી મહારાજ ને શનિવારે સિંદૂર અર્પણ કરવાથી નોકરીની સમસ્યામાંથી છુટકારો મળે છે. મિત્રો તમને નોકરીને લગતી સમસ્યા હોય તો,

તમારે મંગળવારના દિવસે કોઈપણ હનુમાનજી મહારાજના મંદિરે જઈને હનુમાનજી મહારાજના ચરણો માંથી સિંદૂર લઈને. ત્યારબાદ એક સફેદ કાગળ ઉપર આ સિંદૂર વડે સ્વસ્તિક બનાવો. ત્યારબાદ તમારે આ કાગળ ને તમારી પાસે રાખવાનો છે. મિત્રો આ કાગળને તમે તમારા પર્સમાં રાખી શકો છો.

અને તમે તમારા નોકરીના સ્થાન ઉપર પણ રાખી શકો છો. મિત્રો આ ઉપાય કરવાથી તમારી નોકરીની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો ચમેલીના તેલમાં સિંદૂર મિલાવી લો. ત્યારબાદ તમારી જેટલી ઉંમર હોય એટલા તમારે પીપળાના પાન લેવાના છે.

મિત્રો ત્યાર બાદ તમારે દરેક પાન ઉપર શ્રીરામ લખીને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને અર્પણ કરવાથી તમને દેવામાંથી મુક્તિ મળે છે. મિત્રો આ ઉપાય તમે નિયમિત ત્રણ મંગળવાર સુધી કરો છો, તો તમને કર્જમાંથી મુક્તિ મળે છે. મિત્રો મહિલાઓએ તેમના દાંપત્યજીવનને મધુર અને,

સુખી રાખવા માટે રોજ સવારે સ્નાન કરીને માતા ગૌરી ને સિંદૂર અર્પણ કરવાથી દાંપત્ય જીવનની દરેક મુસીબતો દૂર થાય છે. મિત્રો આ ચમત્કારિક ઉપાયો તમે શનિવાર અને મંગળવારના દિવસે કરો છો હનુમાનજી મહારાજની કૃપા તમારા ઉપર બની રહે છે.

અને તમારા જીવન પર આવતી દરેક મુશ્કેલીઓનો તમે દૂર કરી શકો છો. મિત્રો હનુમાનજી મહારાજને શનિવારના દિવસે તેલ અને સિંદૂર અર્પણ કરવાથી આપણા જીવનમાં આવનાર ધન સંબંધીત મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો સાથે જ શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી,

આપણા ઘરમાં રહેલ દરેક ખરાબ શક્તિઓ દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મક વાતાવરણ નો સંચાર થાય છે. મિત્રો સિંદૂરના ચમત્કારિક ઉપાયો કરવાથી આપણા જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.