તમે જાણતા હશો કે કળિયુગમાં પણ હનુમાનજી અજર અમર દેવતા છે. તેઓ તેમના ભક્તોને ક્યારેય નિરાશ થવા દેતા નથી. જ્યારે કોઈ હનુમાન ભક્ત મુશ્કેલીમાં હોય છે ત્યારે બજરંગબલી તેમની મદદ કરવા માટે આજે પણ આવે છે.
ટુંકમાં કહીએ તો જો તમે હનુમાનજી ની સાચા દિલથી પૂજા કરો છો તો તમને લાભ થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને હનુમાનજી સાથે જોડાયેલ કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવા માત્રથી તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જો તમે પૈસા સાથે જોડાયેલ કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો બજરંગબલી તમને રાહત આપી શકે છે. આ માટે સૌથી પહેલા મંગળવારના દિવસે વડના ઝાડ નીચે જઈને તેનું એક પાન તોડી લો અને તેને શુદ્ધ પાણીથી કરીને હનુમાન મંદિરમાં બજરંગબલી ના ચરણોમાં અર્પણ કરો. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.
આજના સમયમાં જો તમને નોકરી મળી રહી નથી તો પણ તમે હનુમાનજી સમક્ષ ઉપાય કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક મીઠું પાન લઈને તેને હનુમાનજી સમક્ષ મૂકી દો. જો તમે આ ઉપાય સતત એક સપ્તાહ સુધી કરો છે તો તમને ચોક્કસ નોકરી મળી જશે.
જો તમે આજુબાજુથી ઘણા દુઃખોથી ઘેરાઈ ગયા છો તો પણ તમે કેટલાક ઉપાય કરીને રાહત મેળવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા સિંદૂર ખરીદવું પડશે અને તેને હનુમાનજી ના ચરણોમાં લગાવવું જોઈએ. તેનાથી બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને સુખના દિવસો આવશે.
જો તમે ઈચ્છતા હોવા છતાં બાળકનું સુખ પ્રાપ્ત કરી શકતાં નથી તો તમારે હનુમાનજી ને યાદ કરીને મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને આજ દિવસે સાંજ પડતા હનુમાનજીના ચરણોમાં બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ.
જો તમારે ભરપાઈ થઈ શકે નહિ એટલું દેવું થઈ ગયું છે અને સમાજમાં તમારી અવગણના કરવામાં આવી રહી છે તો તમારે હનુમાન મંદિરમાં જઈને રામ રક્ષા સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ.
જો તમે આખો દિવસ તણાવ, હતાશા અને ચિંતામાં રહો છો અને રાતે સૂઈ શકતા નથી તો તમારે મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ફટકડી મૂકવી જોઈએ. તેનાથી તમને લાભ થશે અને સમસ્યા પણ દૂર થઈ જશે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.