20230802 080018

ખુદ માતા લક્ષ્મીજી કહે છે કે ગુરુવાર રાતે કરજો આ ઉપાય તો હું તમારી તિજોરીઓ ભરી દઈશ.

ધર્મ

મિત્રો ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર કહેવાય છે. અને ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. તો તમે પણ ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરો છો.

તો જીવનના દરેક સુખની પ્રાપ્તિ થશે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની સાથે રોજ બૃહસ્પતિ દેવનું પણ પૂજન કરવામાં આવે છે. મિત્રો બૃહસ્પતિ દેવને દેવતાઓના ગુરુ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો મનુષ્ય જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી.

ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ માનવામાં આવે છે. મિત્રો આજના લેખમાં મેં તમને ગુરુવારના દિવસે કરવામાં આવતા એક અસરકારક ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

મિત્રો આ ઉપાય તમારે ગુરુવારના દિવસે સંધ્યા સમયે કરવાનો છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સ્વચ્છતા અને પવિત્રતાનો ખૂબ જ ધ્યાન રાખવાનું છે. મિત્રો સાંજના સમયે નાહી-ધોઈને સ્વચ્છ પીળા રંગના કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં પીસેલી હળદર ઉમેરી દો.

તો ત્યાર બાદ તમારે ભગવાન ગણેશનું મસ્તક ઉપર હળદરથી તિલક કરો શુદ્ધ ગાયના ઘીનો એક દીવો કરો અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો. મિત્રો ત્યાર બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પણ હળદર વડે તિલક કરો. ત્યારબાદ ગુરુદેવ એટલે કે બૃહસ્પતિ દેવને પણ હળદર વડે તિલક કરો.

ત્યાર બાદ તમારે ભગવાનને ફળ અને મીઠાઈનો ભોગ ધરાવવો. મિત્રો પીળો રંગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ખૂબ જ પ્રિય રંગ હોય છે. અને શાસ્ત્રોમાં પણ હળદરને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ભગવાન વિષ્ણુને હળદર વડે પૂજન કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે.

ત્યારબાદ મિત્રો તમારે દરેક ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કરવાના છે ત્યાર પછી ભગવાન વિષ્ણુ નો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો. મિત્રો આ મંત્રનો જાપ તુલસીની માળા સાથે કરવાથી તેનું મહત્વ વધી જાય છે. એવું માનવામાં આવે છે તુલસીની માળા વડે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

ત્યાર બાદ તમારે ભગવાનની આરતી કરવી જોઈએ. આરતી કર્યા પછી તમારે અનામિકા આંગળી વડે ભગવાન વિષ્ણુના ચરણોમાં હળદર પણ કરવાની છે. ત્યાર બાદ તમારે તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશાને સ્વચ્છ કરીને તેના પર ગંગાજળનો છંટકાવ કરવાનો છે. આ કર્યા પછી તે દિવાલ ઉપર હળદર વડે એક સ્વસ્તિક બનાવો.

સ્વસ્તિકને ભગવાન શ્રી ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. અને તેમાં સમસ્ત દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. મિત્રો હિન્દુ ધર્મના પ્રતીકને ધન અને વૈભવ આપનારું માનવામાં આવે છે. મિત્રો સ્વસ્તિકના સકારાત્મક ઉર્જા વધારે હોવાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે. તેને બનાવવાથી આપણી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે,

સ્વસ્તિક શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. તે આપણા જીવનમાં આવેલા દરેક વસ્તુને દૂર કરે છે. સ્વસ્તિકને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. મિત્રો ત્યારબાદ સ્વસ્તિક બનાવ્યા પછી તમે સ્વસ્તિક ને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશનું પ્રતીક માનીને તેની પૂજા અર્ચના કરો.

ત્યાર બાદ તમારે સ્વસ્તિક સામે બે હાથ જોડીને પ્રણામ કરવાના છે. ત્યારબાદ પૂજન કર્યા પછી તમે હળદર વડે મસ્તક અને કંઠ પર તિલક કરો. મિત્રો આ ઉપાય ગુરુવારના દિવસે કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક નકારાત્મક ઉર્જા દૂર થશે. અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.