IMG 20220604 WA0012

ગુરુ રાશિ પરિવર્તનથી આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે અશુભ સમય, પૈસાનો થશે નાશ.

ધર્મ

દોસ્તો મીન રાશિમાં ગુરુ 12 મહિના સુધી રહ્યો. હવે તે આવનાર 22 જુલાઈ 2023 એ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ રાશિ બદલતા જ શનિ ગુરુનો યોગ પૂરો થઈ જશે. જેનાથી અશુભ પ્રભાવ પણ ઘટી જશે.

ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનની અસર દેશ દુનિયા સાથે દરેક વ્યક્તિ પર પણ થશે. અમુક રાશિના લોકો માટે આ શુભ રહેશે તો અમુક લોકો માટે અશુભ પણ રહેશે. આજે અમે તમને જણાવીશું એ રાશિ વિષે જેમની પર ગુરુના પરિવર્તનથી અશુભ પ્રભાવ જોવા મળશે.

મેષ : ગુરુના મીન રાશિમાં પ્રવેશથી આ ગ્રહ મેષ રાશિના 12 માં સ્થાન પર આવી જશે. 12માં સ્થાને ગુરુ ખર્ચમાં વધારો કરાવશે અને સેવિંગ પૂરી થઈ જશે. આ કારણે જ આ રાશિના લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ રાશિના લોકો માટે આ સમયે જમીન-સંપત્તિ સાથે જોડાયેલ બાબતમાં ગૂંચવાડો ઊભો થશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવા પ્રયત્ન કરશે. તમને કોઈ મોંઘી વસ્તુઓને નહીં ખરીદી શકવાનો અફસોસ થશે.

સિંહ : આ રાશિને ગુરુ ગ્રહ આઠમા સ્થાન પર રહેશે. ગુરુ ગ્રહની સ્થિતિ પણ શુભ નહીં રહે. ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે.

આ સમયે આ રાશિના લોકો એ વાહન ચલાવતા સાવધાની રાખવી પડશે. સંતાન સંબધિત ચિંતા તમને મુશ્કેલીમાં મૂકી દેશે. આર્થિક પરિસ્થિતિ ઉપર નીચે રહેશે.

તુલા : ગુરુ ગ્રહના શત્રુ ભાવમાં ગોચર તુલા રાશિના જાતકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. અમુક લોકો તમને નીચા દેખાડવા માટે પ્રયત્ન કરશે. નોકરીમાં કોઈ ષડયંત્ર તમારા વિરુધ્ધ થશે.

આ સમયે તમને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેનાથી મન વિચલિત થશે. સિઝનલ બીમારી તમને હેરાન કરી શકશે. આ સમયે જે પણ નિર્ણય લૉ તે સમજી વિચારીને લેવો.

મકર : આ રાશિના લોકોએ જોખમી કામ કરવાનું ટાળવું જોઈએ. મકર રાશિના લોકો એ આ સમયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો કે કોઈ કામ ન કરવું. નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આ રાશિના લોકો ને આ સમયે રોકાણ અને લેવડદેવડના નિર્ણયો સાવધાનીપૂર્વક લેવા અથવા અનુભવી વ્યક્તિની સલાહ લીધા પછી જ આ બાબતો કરો. આ રાશિના જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમણે ખૂબ જ સાવધાન રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *