સામાન્ય રીતે ગુલાબના ફૂલનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. જેનો ઉપયોગ મોટેભાગે ધાર્મિક કાર્યમાં કરવામાં આવે છે. આ સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ વિવિધ ઉપાય વર્ણવવામાં આવ્યા છે.
જેનું પાલન કરીને આપણે આસાનીથી ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકીએ છીએ. આજ ક્રમમાં ગુલાબ નું ફૂલ તમારી કિસ્મત ચમકાવી શકે છે. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.
જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આખો સમય બીમાર રહેતો હોય અને હંમેશા ભોજન પચાવી શકતો નથી તો તમારે સૌથી પહેલા નાગરવેલના પાન, ગુલાબના ત્રણથી ચાર ફૂલ, બુંદીનો લાડુ સાથે લઈને તે પીડિત વ્યક્તિના માથા પરથી સાત વખત ફેરવીને તેને કોઈ મંદિરમાં રાખી દેવી જોઈએ.
કોઈ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઇને 11 ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ. તેનાથી ઘણી મુશ્કેલીઓ આપમેળે દૂર થઈ જશે.
જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે 40 રવિવાર સુધી હનુમાનજીના મંદિરમાં ખુલ્લા પગે જઈને ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ. આવું કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે અને તમને નોકરી પણ મળી જશે.
જો તમે ગુલાબનું દૂધ લક્ષ્મી માતાની ઉપાસના કરો છો અને તમારે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ગુલાબના ફૂલો અર્પણ કરો છો તો તમે ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો અને પૈસાની તંગી પણ દૂર કરી શકાય છે.
જો કોઈ વ્યક્તિ ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકીને સળગાવી દો છો અને જ્યારે કપૂર સળગી જાય ત્યારે આ ફૂલને મંદિરમાં મૂકી દો છો તો તમને ઘણા લાભ થશે.
જો કોઈ વ્યક્તિના ઘરે બીમારીનો સામનો કરી રહ્યા છે તો તમારે અખંડિત પાન, ગુલાબના ફૂલો અને પતાશા પીડિત વ્યક્તિના માથા પરથી 31 વાર ફેરવીને ચાર રસ્તા પર મૂકી દેવું જોઈએ. તેને કરવાથી રોગોની સમસ્યા દૂર થઈ જાય છે.
જો તમે આખી પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ અર્પણ કરવાં જોઈએ. જેના પછી સવા મીટરનું સફેદ કપડું સામે રાખીને પાથરીને ગુલાબના ચાર ફૂલને ચાર ખૂણા ઉપર બાંધી લેવા જોઈએ. જેના પછી આ ફૂલને કાપડમાં મૂકીને ગાંઠ બાંધી દેવી. જેના પછી તેને વહેતા પ્રવાહમાં વહાવી દેવી જોઈએ. આવું કરવાથી દેવાથી રાહત મળે છે.
જો તમે આવી જ માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.