20230725 204125

ખાલી આ ઉપાય કરશો તો પણ બની જશો ધનવાન, ખુદ લક્ષ્મીજીએ શાસ્ત્રોમાં બતાવ્યો છે આ ઉપાય.

Religious

દોસ્તો આજના સમયમાં પૈસા વગર જીવનની કલ્પના કરવી લગભગ અશક્ય છે. કારણ કે પૈસા દરેક વસ્તુ માટે જોઈતા હોય છે. જો તમે કોઈ સારું કાર્ય કરવા માંગો છો, જરૂરિયાત પૂરી કરવા માંગો છો, કોઈને દાન કરવા માંગો છો, કોઈ ઈચ્છા પૂરી કરવા માંગો છો વગેરે જેવા કામ પૈસા વગર અધૂરા માનવામાં આવે છે. જોકે આજે મોટાભાગના લોકો પાસે પૈસાની અછત છે અને તેઓ હમેશની જેમ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવામાં તમારે કેટલાક ઉપાય કરીને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

કારણ કે જો તમે એક વખત માતા લક્ષ્મી ને પ્રસન્ન કરી લેશો તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને કરવા માત્રથી તમે પૈસાની તંગીને દૂર કરી શકશો. તો ચાલો આ ઉપાય વિશે જાણી લઈએ.

તમે બધા સારી રીતે જાણતા હશો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની ખૂબ જ પસંદ આવે છે. જો તમે આ દિવસે શ્રી લક્ષ્મી માતાના મંત્રોનો જાપ અથવા શ્રી સૂક્તનો જાપ કરી લો છો તો માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થાય છે અને ઘરમાં ચાલી રહેલી પૈસાની અછત ની સમસ્યાને દૂર કરે છે. વળી તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય તો તેનાથી પણ તમને છુટકારો અપાવે છે.

જો તમારા ઘરમાં હંમેશા કંકાસ માહોલ રહેતો હોય અને પરિવારના લોકો એકબીજા સાથે દ્વેષની ભાવના રાખતા હોય તો તમારે તેનાથી તરત જ છુટકારો મેળવી લેવો જોઈએ. કારણ કે જો વધારે સમય સુધી આ પરિસ્થિતિ રહે છે તો પરિવારને વિખેરાઈ જતા વધારે સમય લાગતો નથી. તેથી તમારે અઠવાડિયામાં એક વખત પાણીમાં ચપટી મીઠું ઉમેરી તેનાથી પોતું કરવું જોઇએ.

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ પોતાના ઘરની સાફ સફાઈ નું પૂરતું ધ્યાન આપવું જોઈએ. કારણકે માતા લક્ષ્મી હંમેશા જે ઘરમાં સ્વચ્છતા હોય તે ઘરમાં પ્રવેશ કરે છે તેથી તમે અમાવસ્યાના દિવસે સમગ્ર ઘરની સાથે સાફ સફાઈ કરી શકો છો. આ દરમિયાન તમે ઘરના પૂજા ગ્રહમાં પાંચ અગરબત્તી પણ પ્રજ્વલિત કરી શકો છો.

તમે પૂનમના દિવસે ઘરના આંગણે છાણાની સળગાવી તેનું દહન કરી તેની સામે બેસીને મંત્રોનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરતી વખતે તમારે છાણા ઘરમાં પણ ફેરવી લેવા જોઈએ તેનાથી ઘરમાં રહીને ખરાબ અને અશુભ શક્તિઓ બહાર નીકળે છે.

જો તમારા ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે અને ઘણા પ્રયાસો કર્યા પછી પણ માતા લક્ષ્મીની કૃપા દર્શાવતી નથી તો તમારે પીપળ ના ઝાડ ઉપર પાણી અર્પણ કરવું જોઇએ અને તેની નીચે દીવો પ્રજ્વલિત કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *