દરેક ઘરમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વ રહેલું છે. ઘરમાં રહેલ ઘર મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય તો ખૂબ જ શુભ પરિણામ મળે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર મંદિર હોવાથી આપણને સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં મંદિર હોવાથી ભગવાન ઘરમાં વાસ કરે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ હિન્દુ ધર્મનું પાલન કરે છે તે વ્યક્તિના ઘરમાં ગંગાજળ અવશ્ય હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ હરિદ્વાર ગંગા સ્નાન કરવા માટે જાય છે ત્યારે ગંગાજળ તેની સાથે લાવે છે. મિત્રો આપણા ઘરમાં જાણતા અજાણતા ઘણી બધી અશુદ્ધિઓ થઈ જાય છે.
આ અશુદ્ધિઓને શુદ્ધ કરવા માટે આપણે ગંગાજળનો છંટકાવ કરીએ છીએ. રોજ કરવામાં આવતી પૂજા માં ગંગાજળ નો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણથી જ હિંદુ ધર્મના દરેક ઘરમાં ગંગાજળ હોય છે. પરંતુ મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરમંદિરમાં ગંગાજળ રાખવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે.
હિન્દુ ધર્મમાં ગંગા નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ગંગા નદીમાં સ્નાન કરવાથી જન્મો જનમના દુઃખ દૂર થાય છે. મોટાભાગના લોકો ગંગાજળને પોતાના ઘરમાં રાખે છે. જ્યારે કોઈ પણ ઘરમાં ધાર્મિક કાર્ય હોય ત્યારે ગંગાજળ નો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં ગંગાજળ રાખો છો ત્યારે શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રાખવામાં આવ્યું હોય તે ઘરમાં માંસ દારૂનું સેવન ન કરવું જોઈએ. જીવનમાં ગંગાજળ હોય તે ઘરમાં માંસ અને દારૂનું સેવન કરવાથી તમે પાપના ભાગીદાર બનો છો. જ્યારે તમે દારુ અને માંસનું સેવન કરીને જે રૂમ મા ગંગાજળ હોય તે રૂમમાં જાઓ છો તો તે ગંગાજળ અશુદ્ધ થઈ જાય છે.
અને તેનું આપણે ખરાબ પરિણામ ભોગવવુ પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરમાં ગંગાજલ રાખીને જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પ્લાસ્ટિકના પાત્રમાં ગંગાજળ ન ભરવું જોઈએ.
પ્લાસ્ટિકના કારણે ગંગાજળ શુદ્ધ થાય છે આ કારણથી જે જ્યારે પણ તમે ગંગાજળ લાવો છો ત્યારે તેને પ્લાસ્ટિકની બોટલમાં ન રાખવું જોઈએ. પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ગંગાજળ પૂજાની દૃષ્ટિએ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગાજળ હંમેશા તાંબાના પાત્રમાં રાખવું જોઈએ.
તાંબા ના પાત્ર માં જે લોકો ગંગાજલ રાખે છે તે ગંગાજળ હંમેશા શુધ્ધ રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પોતાના ઘર મંદિરમાં ગંગાજલ રાખવું પવિત્ર માનવામાં આવે છે. જ્યારે તમે ગંગાજળની ઘરમંદિરમાં નથી રાખી શકતા ત્યારે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગાજળ અને ઘરમાં હંમેશાં ઇશાન ખૂણામાં રાખવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઇશાન ખૂણામાં ગંગાજળ રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. ઈશાન ખૂણામાં ગંગાજળ રાખવાથી ઘરમાં લડાઈ ઝઘડા અને કલેશ થતો નથી. જેથી કરીને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગાજળને હંમેશા ઘરના ઈશાન ખૂણામાં રાખવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ અંધારું હોય ત્યાં ગંગાજળ ના રાખવું જોઈએ. ગંગાજળ ને એવા સ્થાન પર રાખવું જોઇએ જ્યાં અજવાળું હોય ગંગાજળ તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગાજળની આ રીતે ઘરમાં પવિત્રતા અને શુદ્ધતાથી રાખવામાં આવે તો ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.