20230728 155717

ઘરની આ દિશામાં ભૂલથી પણ લગાવશો છોડવા, નહીંતર માતા લક્ષ્મી રિસાઈને થશે જશે દૂર, કંગાળ બનતા નહીં લાગે વધારે સમય…..

ધર્મ

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ અઢળક પૈસા કમાવવા માંગે છે. જેમાં માટે તે દિવસ રાત મહેનત પણ કરે છે પંરતુ તેને યોગ્ય પરિણામ મળી શકતું નથી. હા, એવા ઘણા લોકો છે જેઓ પોતાની મહેનતના સો ટકા આપી દેતા હોય છે પણ ફળમાં નિરાશા સિવાય કંઈ મળતું નથી.

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને વાસ્તુ અનુસાર એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવા માત્રથી તમે વાસ્તુ ખામી દૂર કરી શકશો.

વાસ્તુમાં એવા ઘણા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને યોગ્ય દિશામાં ના રાખવામાં આવે તો વાસ્તુ ખામી સર્જાય છે અને ઘણી મહેનત કરવા છતાં સફળ થઈ શકતા નથી.

વાંસનું ઝાડ :- સામાન્ય રીતે વાંસનું ઝાડ શુભ માનવામાં આવે છે પણ તેને ઘરમાં રાખવું જોઈએ નહીં. સામાન્ય રીતે તેનો ઉપયોગ વ્યક્તિના મૃત્યુ સમયે કરવામાં આવે છે, જેના લીધે તેને ઘરે રાખવું અશુભ માનવામાં આવે છે.

બોરનું ઝાડ :- શિયાળાની ઋતુમાં બોર આવતાની સાથે જ લોકો તેના પર તુટી પડે છે. જોકે તમને ખ્યાલ હશે કે બોરનું ઝાડ કાંટા વાળું હોય છે, જેના લીધે તેને ઘરમાં રાખવાથી ઘણી આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. આવામાં તમારે બોરના ઝાડને ઘરમાં રાખવું અશુભ છે.

ખજૂરનું ઝાડ :- ખજૂરનું ઝાડ પણ વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવતું નથી. જો તમે ખજૂરનું ઝાડ ઘરમાં રાખો છો તો ઘરમાં ગરીબી આવે છે. કારણ કે ખજૂરનું ઝાડ લક્ષ્મી માતાને પસંદ નથી. જેને ઘરમાં રાખવા માત્રથી ઘરમાં પરિવાર ના લોકોની તબિયત ખરાબ થાય છે.

આંબલીનો છોડ :- ઘરમાં આંબલીનો છોડ રાખવો પણ શુભ માનવામાં આવતો નથી. તેને ઘરમાં રાખવાથી બરકત થતી નથી અને તમારે હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સાથે પૈસા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં તમારે આંબલી છોડ ઘરમાં રાખવો જોઈએ નહીં.

પીપળાનું ઝાડ :- પીપળનું ઝાડ પણ વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવતું નથી. જો આ ઝાડ તમારા ઘરની આજુબાજુ હોય તો તેને તરજ ત્યાંથી કાઢીને કોઈ બીજી જગ્યાએ એટલે લે મંદિરની આજુબાજુ લગાવી દેવું જોઈએ. કારણ કે જો તેની છાયા તમારા ઘર પર પડે છે તો તેનાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે અને તમારે સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

મરચાનો છોડ :- ઘરમાં મરચાનો છોડ રાખવો શુભ માનવામાં આવતો નથી. તેને ઘરમાં રાખવાથી અશાંતિનો માહોલ ઉભો થાય છે અને તમારા ઘરમાં તણાવનો માહોલ રહે છે. જો તમારા ઘરમાં પણ હંમેશા અશાંતિ રહે છે તો તમારે મરચાનો છોડ રોપવો જોઈએ નહીં.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં શેર કરી દો.