ઘરમાં રહેલી ગરોળી ને દૂર કરો એ પણ માત્ર 2 મિનિટમાં:-
મિત્રો તમેપણ જાણતા હશો અને જોયું પણ હશે કે આપણા ઘરમાં પણ ગરોળી નો ખુબજ ત્રાસ જોવા મળે છે. તે ખાસ કરીને ઘરની બધીજ જગ્યાએ જોવા મળે છે. રસોડામાં અને મેઈન રૂમમાં તો ખુબજ મોટી સંખ્યામાં મળી આવે છે.
ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે નાના જીવજંતુઓ ખાવા માટે તે ઘરમાં આવી જતી હોય છે. તેનાથી ખાસ કરીને બધાને દર લાગતો જ હોય છે કારણ કે તેના દેખાવ પરથી આપણ ને જોવી પણ ગમતી નથી. ક્યારે તો જમવા બેસીએ ત્યારે આવી ને ડિશ પણ પડતી. હોય છે.
મિત્રોતમે પણ આ ગરોળી ના ત્રાસ થી પરેશાન થઈ ગયા હોય તો તેના માટે એક ઉપાય બતાવ્યું છું કે એક પ્લાસ્ટિક ની બોટલ લેવી. ત્યારબાદ એક ચમચી જેટલો ડુંગળી નો રસ તેના પછી dettol નું લીવિડ અથવા તો કોઈપણ સાબુ નો ઉપયોગ કરી શકો છો.
હવે આ બોટલમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી તેમાં એક ઢાંકણ detol નું લિકવિડ નાખી તેમાં એક ચમચી ડુંગળી નો રસ ઉમેરવો. ત્યાર બાદ આ સ્પ્રે તૈયાર થઈ જાય એટલે જે જગ્યાએ ગરોળી આવતી હોય ત્યાં તેનો છંટકાવ કરવો.
ત્યારબાદ જે જગ્યાએ ગરોળી આવતી હોય તે જગ્યાએ રૂ લઇ ને તેના પર સ્પ્રે નો છંટકાવ કરી ગરોળી આવતી તે જગ્યાએ એટલે ફ્રીજની આજુબાજુ વગેરે આ પુમડું મુકવાથી તેની તીવ્ર વાસ ને કારણે ગરોળી જતી રહે છે અને આવતી નથી. આમ આ રીતે તેને ઘરમાંથી ઝડપથી દૂર કરી શકાય છે.
જ્યારે પણ ગરોળી ઘરમાં પ્રવેશ કરે ત્યારે તે જગ્યાએ આજુબાજુ મોરના પીંછા લગાવવાથી ગરોળી ઘરમાં આવતી નથી. ગરોળી ના પ્રવેશ સ્થાને એટલે કે ઘરના મુખ્ય દરવાજામાં તથા ફોટાની બાજુમાં તથા રસોડામાં લગાવાથી આ સમસ્યામાંથી છુટકરો મેળવી શકાય છે.
મરીનો પાઉડર બનાવી તેને પાણી સાથે મિક્સ કરીને સ્પ્રે બોટલ માં ભરીને જે જગ્યાએ ગરોળી આવતી હોય તે જગ્યાએ લગાવવાથી આવતી નથી. એક મોટી લસણની કળીને મસરીને તેને પાણીમાં નાખીને આ પાણીનો છંટકાવ કરવાથી પણ ગરોળી આવતી નથી.
જે જગ્યાએ ગરોળી આવતી હોય તે જગ્યાએ થોડા થોડા અંતરે કપૂરની ગોળી ઓ મુકવાથી તેની સ્મેલ ને કારણે પણ ગરોળી આવતી નથી. જે જગ્યાએ ગરોળી આવતી હોય તે જગ્યાએ લાલ મરચાની માલિશ કરવાથી પણ આવતી નથી.
જો તમે આવા જ અવનવા ઉપાયો જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો ને શેર કરવા વિનંતી છે.