20230724 125817

મંગળવારે અને શનિવારે આ ઉપાય કરી લેશો તો હનુમાનજી થશે પ્રસન્ન, બધી જ મનોકામના કરશે પૂર્ણ.

ધર્મ

દોસ્તો તમે જાણતા હશો કે આપણા હિન્દુ ધર્મમાં દરેક દિવસ અલગ-અલગ ભગવાન સાથે સંબંધિત માનવામાં આવે છે. આ જ ક્રમ મંગળવાર અને શનિવારનો દિવસ હનુમાનજી માટે ખૂબ જ ખાસ છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત મંગળવારે અને શનિવારે શ્રદ્ધા સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરે છે તો તેને ચોક્કસ શુભ ફળ મળે છે.

આ સાથે જ જો તમે આ દિવસે કેટલાક ઉપાય કરો છો તો તેનાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને સ્વયં હનુમાનજી મુશ્કેલીઓને દૂર કરીને ઇચ્છિત મનોકામના પૂર્ણ કરે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સ્વયં હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમારે મંગળવાર તથા શનિવારના દિવસે કરવા જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે ઉપાય કયા કયા છે.

જો તમારા પરિવારમાં કંકાસ અને તણાવનો માહોલ રહેતો હોય તો તમારે મંગળવારે અથવા શનિવારના દિવસે સવારે અને સાંજે ઘરમાં રામાયણનો પાઠ કરવો જોઈએ. જેનાથી એકબીજા પ્રત્યે પ્રેમમાં વધારો થાય છે.

તમને જણાવી દઈએ કે જો તમે આ દિવસોમાં હનુમાનજીને રામના ચોલા અર્પણ કરો છો તો તમારા ઉપર બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. તમે આ સમય દરમિયાન સુંદરકાંડનો પણ પાઠ કરી શકો છો.

તમારે શનિવારે અથવા મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમને સિંદૂર અર્પણ કરવું જોઈએ. જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

જો તમે ક્યાં જઇ રહ્યા છો અને રસ્તામાં હનુમાનજીનું મંદિર દેખાય છે, તો તમારે હનુમાનજીનું નામ લઈને રામનામનો જાપ કરવો જોઈએ. જેનાથી તમારી યાત્રા સુખદ રહેશે.

જો તમે મંગળવારે અથવા શનિવારના દિવસે વ્રત રાખો છો અને હનુમાનજી ચાલીસાના પાઠ કરો છો તો તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી. આ સાથે જો તમે આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન ખવડાવો છો તો તમારા ઘરમાં ધનની સાથે સાથે અન્નની પણ કમી રહેતી નથી.

જો તમને લાંબા સમયથી કોઈ ભય સતાવે છે અને તેનાથી છુટકારો મળી રહ્યો નથી તો તમારે હનુમાનજીના મંદિરમાં જઈને અથવા ઘરે હનુમાનજીની પ્રતિમા સામે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને ગોળ તથા ચણા અર્પણ કરવા જોઇએ. જેનાથી તમારી સમસ્યા દૂર થશે.

તમને જણાવી દઈએ કે મહાબલી હનુમાન જી એક એવા દેવતા છે કે જેઓ કળિયુગમાં પણ હાજરાહજૂર છે. જો કોઈ ભક્ત પૂર્ણ આસ્થા સાથે તેમની પૂજા-અર્ચના કરે છે તો તેમને મુશ્કેલી માંથી બહાર કાઢવા માટે હનુમાનજી તરત જ આવી જાય છે. તમારે ઉપરોક્ત જણાવેલ ઉપાય એકદમ આસ્થા સાથે કરવા જોઇએ તો જ તમને પૂર્ણ ફળ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *