20230812 132006

દેવાયત પંડિતે જે ભાખ્યું એજ બને છે સાચું. આજે જાણીલો પૃથ્વીના અંતની ભવિષ્યવાણી.

ધાર્મિક

મિત્રો આજના આ લેખમાં અમે તમને વાત કરીશું દેવાયત પંડિતે તેમના પુસ્તકમાં પૃથ્વીના અંતની ભવિષ્યવાણી વિશે. દેવાયત પંડિત એક એવા સંત છે જેમાં વર્ષો પુરાણા ભજન ની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે આપણે ત્યાં એવા ત્રિકાળજ્ઞાની થઈ ગયાં જેમનું બોલેલું સાચું પડે છે અને,

તે ભવિષ્યના એંધાણ આપે છે આવા દુહા ને આગમવાણી કહેવાય છે તો આજના આ લેખમાં આપણે દેવાયત પંડીતની એવી કેટલીક આગમવાણી વિશે વાત કરીશું. અગમવાણી કરવામાં ત્રણ નામ ગણાય છે અને એમાંના એક છે દેવાયત પંડિત. સરવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત.

તેને કરેલી અગમવાણી સાચી પડે છે. ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલીયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્ય ભાખ્યું ત્યારે તેમના મુખ માંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અને આજે પણ તમે જોઈ શકો છો કે તેમણે કરેલી આગાહી સાચી પડી છે.

દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જુઠ્ઠા નહિ રે લગાર , લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે . આ પંક્તિ મા દેવાયત પંડિત કહેવા માંગે છે એટલે કે પોતાની પત્ની ને સંભળાવે છે. આપણા ગુરુ એ જે કોઈ પણ આગમવાણી કરી છે તે એકપણ જુઠી નથી.

અને તેમની જે દિવસો ની ભવિષ્યવાણી કરી હતી તે દિવસો આવશે. ત્યાર પછી આગળ તેમને એક પંક્તિમાં લખ્યું છે કે ધરતી માથે રે હેમર હાલશે સુના નાગર મોજાર લખમી લુંટાશે લોકો તણી નહિ એની રાવ ફરિયાદ. મિત્રો આ પંક્તિમાં દેવાયત પંડીત કહેવા માગે છે,

કે ધરતી પર યુદ્ધના વાહન ચાલશે નગરો સુના થવા લાગશે સંપત્તિ અને સ્ત્રી બંને લુંટાશે. અને લોકો દ્વારા તેની ફરિયાદ પણ થશે નહીં. હાલના સમયમાં આપણે પણ જોઈએ છીએ કે આપણી આજુબાજુ આવો જ માહોલ જોવા મળે છે. ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન અસલજાદી ચુડો પહેરશે એવા આગમના એંધાણ.

દેવાયત પંડિત તેમની આ પંક્તિમાં કહ્યું કે પુસ્તકો ની કોઈ કિંમત રહેશે નહીં અને જ્ઞાનીઓની પણ કોઈ કિંમત નહિ રહે અને શાસ્ત્રો અને ધર્મગ્રંથો ની વાતો પણ ખોટી વાત લાગશે. જે શુરવીરો અને નીડર વ્યક્તિઓ હશે તે ડરપોક ની જેમ બેસી રહેશે. એટલે કે દેવાયત પંડિત દ્વારા કરવામાં આવેલી તમામ ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ રહી છે.

દેવાયત પંડીતની આગમવાણી માં લખ્યુ છે કે સંતો પણ પાપ નો સહારો લેશે. અને તેઓ ધરતી, પ્રાણી અને વનસ્પતિ નો નાશ કરવા લાગશે તેમને તેમની ભવિષ્યવાણી કરી છે કે કેટલાક લોકો નિર્દોષ મળશે અને કેટલાક લોકો ખૂબ જ ભયાનક રોગોથી મળશે. અને સાથે તેમને તેમની આગમવાણી માં કહ્યું,

કે શરૂઆતમાં પવન ફૂંકાશે એટલે કે વાવાઝોડા થશે અને ત્યારબાદ નદીમાંથી પાણી ખૂટી જશે ઉત્તર દિશા તરફ થી સાયબો આવશે એટલે કે વિષ્ણુ ભગવાન કલ્કિ અવતાર રૂપે આવશે અને તેમના રથ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન હસે. એવી તેમને આગમવાણી તેમની પંક્તિઓ દ્વારા કરી છે.

અને સાથે દેવાયત પંડિતે આગળ તેમની વાણીમાં કહ્યું કે એવો એક દિવસ આવશે કે કાંકરિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલ્કી અવતાર એટલે કે ભગવાન વિષ્ણુ તંબુ તાણશે. અને યુદ્ધનું એલાન કરશે. તેમણે આગળ કહ્યું કે યોગીઓ અને સત્ય તેમનું સતીત્વ મુકશે,

સાબરમતીના કિનારે યુધ્ધ ચાલશે જે કાળા કર્મ કરનાર દુશ્તો છે તેનો નાશ કરનાર નકળંગ નામ ધારણ કરશે આવી અનેક ભવિષ્ય વાણી દેવાયત પંડિત તેમની કવિતાઓ દ્વારા કઈ છે અને તે હાલના સમયમાં ખુબ જ સાચી પડી રહી છે. આ દેવાયત પંડિતે જે ભવિષ્ય વાણી તમને કરી છે તે આજે 100% સત્ય સાબિત થાય છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.