હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો વિશેષ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મમાં જણાવ્યાનુસાર વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના ચમત્કારી ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો અત્યાર ના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં આર્થિક સામાજિક અને શારીરિક સમસ્યાઓ આવતી હોય તો આજના સમયમાં મનુષ્ય કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી.
આ દરેક પ્રકારની સમસ્યાઓ પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આજનો આ લેખમાં અમે તમને મીઠા સાથે જોડાયેલો કેટલાક ચમત્કારિક ઉપાય બતાવા જઈ રહયા છીએ.
ભારતીય રસોઈઘરમાં મીઠાનું વિશેષ મહત્વ રહેલું છે. મિત્રો આપણા ભોજનમાં વધારે મીઠું પડી જાય અથવા તો ઓછું મીઠું પડે ત્યારે તેના સ્વાદમાં ફેરફાર જોવા મળે છે. મીઠું ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે આપણા જીવનમાં જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીઠું નકારાત્મક શક્તિને પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને મીઠા સાથે જોડાયેલા ચમત્કારિક અને અસરકારક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર આર્થિક અને શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મીઠું ઘણી બધી પ્રકારનું હોય છે. સિંધવ મીઠું, સમુદ્રી મીઠું, કાળું મીઠું વગેરે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીઠાનો સીધો સંબંધ ચંદ્ર અને શુક્ર સાથે જોડાયેલો હોય છે. ઘણા લોકો મીઠાને રાહુ ગ્રહ સાથે જોડી ને જોવે છે.
મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના ઘર-પરિવારમાં લડાઈ ઝગડા અને કંકાસ થતા રહેતા હોય છે. આની પાછળ વ્યક્તિની જન્મકુંડળીમાં રહેલા ગ્રહો અને નક્ષત્રો જવાબદાર હોય છે. ઘણી વખત આપણા વ્યવસાયમાં અને આપણા ઘરમાં નકારાત્મક શક્તિઓના પ્રભાવને કારણે અનેક પ્રકારની આર્થિક અને શારીરિક સમસ્યાઓ જોવા મળે છે. આ બધા પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મીઠાના કેટલાક ચમત્કારી ઉપાય ફાયદાકારક સાબિત થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મીઠું આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ભોજનમાં મીઠું વધારે પડી જાય તો પણ નુકસાન કરે છે અને ઓછું પડે તો પણ નુકસાન કરે છે. તેવી જ રીતે, મીઠાના ચમત્કારિક ઉપાય કરવાથી નકારાત્મક શક્તિઓના પ્રભાવને રોકી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લાલ કપડામાં મીઠું નાખીને તેની પોટલી બનાવી તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવવાથી ખરાબ શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરતી નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં અથવા તો વ્યવસાયની જગ્યા ઉપર ધન રાખવાની જગ્યાએ કાળું મીઠું રાખવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મીઠાના કેટલાક ચમત્કારી ઉપાય કરીને કરોડપતિ બની શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતુ કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે. મિત્રો અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ ના ઘર પરિવારમાં નકારાત્મક ઊર્જાના પ્રભાવથી લડાઈ ઝઘડા અને કંકાસ થતો હોય છે.
મિત્રો મોટાભાગના વ્યક્તિઓએ તેમના જીવનમાં અઢળક ધનસંપત્તિ કપાય છે પરંતુ તેમની પાસે પૈસા કરતા નથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કાચના પાત્રમાં પાણી ભરીને તેમાં મીઠું નાખીને ઘરના ઉત્તર ખૂણામાં સ્વચ્છ જગ્યાએ રાખવું જોઈએ. આવું કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો મોટાભાગના વ્યક્તિઓની જન્મ કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રો અશુભ પ્રભાવ આપતાં હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જન્મકુંડળીમાં ગ્રહોના શુભ પ્રભાવ માટે શનિવારના દિવસે ગરીબ વ્યક્તિઓને મીઠા નું દાન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમારા ઘરમાં બરકત ન થતી હોય ત્યારે એક મુઠ્ઠી મીઠાને તમારા માથા ઉપરથી સાત વખત વાળીને વહેતા જળમાં અર્પણ કરી દો. આવું કરવાથી તમારા ઉપર લાગેલી ખરાબ નજર દૂર થાય છે.
શાસ્ત્રોમાં જણાવેલા આ પ્રકારના મીઠા ના નાના નાના ચમત્કારી ઉપાય કરીને જીવનમાં આવનાર દરેક પ્રકારની મોટામાં મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મીઠાના ચમત્કારિક ઉપાય કરવાથી ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.