જ્યોતિષ, ધાર્મિક પંડિતો, વિજ્ઞાન જગત ના કેટલાક લોકો ઘણા લોકો વિશ્વના અંત નો દાવો કરી રહ્યા છે. અને આ માટેની તારીખો, સમય-સમય પર આપવામાં આવી છે. તો આજના આ લેખમાં અમે તમને વાત કરીશું વિશ્વનો અંત થવાની તારીખ શું છે તેની ભવિષ્યવાણી વિશે,
આજે આપણે વાત કરીશું. વિશ્વના દરેક ભાગમાં પૂર અને ભૂકંપ જેવી ઘટનાઓ દ્વારા વિનાશ સર્જાય છે આ પ્રકારની ઘટના ઓ આગાહીના ભયમાં વધારો કરે છે. સૌ પ્રથમ વાત કરીએ માયા સભ્યતા અનુસાર દુનિયાનો અંત ક્યારે થવાનો હતો માયા કેલેન્ડર 21 ડિસેમ્બર 2012 પછી નું વર્ણન કરતો નથી.
કેલેન્ડર મુજબ પૃથ્વી નો અંત ત્યારબાદનો છે તેઓ આમાં વિશ્વાસ કરે છે અને તેઓ કહે કે હજારો વર્ષો પહેલા એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 21 ડિસેમ્બર 2012 એ પૃથ્વી પર નો વિનાશ નો દિવસ હશે. ગણિત અને ખગોળ શાસ્ત્ર ની દ્રષ્ટિએ ખૂબ જ અદ્યતન માનવામાં આવે છે આ સભ્યતા પ્રમાણે પૃથ્વી ની ઉંમર 5126 વર્ષ હોવાનું માનવામાં આવે છે.
માયા સભ્યતાના નિષ્ણાંતો કહે છે કે ૨૬ હજાર વર્ષમાં પ્રથમ વખત 21 ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે સૂર્ય તેની આકાશગંગાના કેન્દ્રમાં આવી જશે. આને કારણે પૃથ્વી અત્યંત ઠંડી પડી જશે. આ સૂર્યના કિરણો ને પૃથ્વી પર પહોંચતા અટકાવશે અને અંધકાર દરેક જગ્યાએ ફેલાઈ જશે. પરંતુ આવું કઈ જ થયું નથી,
આ પૃથ્વી ઉપર પુર, તોફાન અને ભૂકંપના બનાવો વધ્યા છે. એટલે આપણે એવું માની શકીએ કે 2012 વાળી ભવિષ્યવાણી ખોટી પડી છે. હિન્દુ ધર્મની પ્રલયની ભવિષ્યવાણી વેદ દ્વારા પ્રેરિત છે. પ્રલય એટલે વિશ્વનો સંપૂર્ણ પણે પ્રકૃતિમાં સમાઈ જવાનું કારણ.
હિન્દુ ધર્મ મુજબ ચાર પ્રકારના પ્રલય છે. પ્રકૃતિ મહાપ્રલય છે અને તે ચક્રના અંત મા છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જેનો જન્મ થાય છે તે મૃત્યુ પણ પામશે, દરેક ની ઉંમર નિશ્ચિત છે ભલે સૂર્ય હોય કે ચંદ્ર હોય માણસ હોય કે પછી પૃથ્વી હોય.
નાસ્ત્રેદમસે તેમની ભવિષ્યવાણીમાં પ્રલય વિશે લખ્યુ છે કે એક અગ્નિ નો દડો પૃથ્વી તરફ આગળ વધતો દેખાશે જે પૃથ્વી પર મનુષ્ય ના લુપ્ત થવા નું કારણ બની શકે છે આ ક્યારે બનશે તે સ્પષ્ટ નથી. પછી એક ઉલ્કા આકાશમાંથી હિંદ મહાસાગરમાં પડશે અને સમુદ્રનું તમામ પાણી પૃથ્વી પર ફેલાશે.
જેના કારણે પૃથ્વીનું મોટાભાગનો ભાગ ડૂબી જશે. અને સાથે જ નાસ્ત્રેદમસે તેમના જીવનકાળ દરમિયાન કરેલી અનેક ભવિષ્યવાણી સાચી અને સચોટ સાબિત થઈ છે. બાઈબલના નિષ્ણાતો માને છે કે ઈસુ પાછા ફરવાના છે પરંતુ તે પહેલા દુનિયાનો અંત આવવાનો છે અને તે દિવસ ખૂબ જ નજીક છે,
અને પૃથ્વી ઉપર થોડા ક જ લોકો બચશે. આ દિવસે ભગવાન ન્યાય કરશે કેટલાક ખ્રિસ્તી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પ્રલય ૨૦૧૨ ની આસપાસ કહેવાયું હતું પરંતુ તે ખોટું પડ્યું. ખ્રિસ્તી ધર્મ થી જોડાયેલા લોકો સમયાંતરે પૃથ્વીના અંતની ભવિષ્યવાણી કરતા રહે છે.
ઇસ્લામ ધર્મમાં તેને કયામત ના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રમાણે એક દિવસ અલ્લાહ દુનિયા ને સમાપ્ત કરશે. અને આ દિવસ ક્યારે આવશે તે ફક્ત અલ્લાહ જાણે છે તે દિવસે દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મોનું ફળ આપવામાં આવશે. આ ધર્મના જણાવ્યા અનુસાર કયામતના દિવસ પછી દુનિયા ફરીથી સર્જાશે નહીં.
પરંતુ શું બનશે તેની હજુ સુધી કોઈને ખબર નથી. પહેલા દિવસે સૌને ભગવાન સમક્ષ હાજર થવું પડશે. અને તેના કર્મ નો હિસાબ તેની સામે કરવામાં આવશે. આવી જ માન્યતા યહુદી અને ખ્રિસ્તી ધર્મમાં પણ જોવા મળે છે કારણ કે ઉપરોક્ત તમામ ધર્મ ની ઉત્પત્તિ સમાન છે પરંતુ આમાંથી સાચું શું છે,
તેની હજુ સુધી ખબર નથી પડી. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યમંડળમાં પૃથ્વી ત્રીજુ અને એકમાત્ર એવું ઘર છે જેના પર જીવન શક્ય બન્યું. પૃથ્વીની રચના લગભગ લાખો વર્ષ પહેલા થઈ હતી. પરંતુ તેનો ક્યારેય અંત થશે તેનો કોઈ ચોક્કસપણે અંદાજ લગાવી શક્યો નથી અને લગાવી શકશે પણ નહીં.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને અમારા આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.