દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં હજારો દેવી દેવતાઓ વિશે વાત કરવામાં આવી છે. વળી બધા જ દેવી દેવતાઓનું અલગ અલગ મહત્વ પણ છે. આ સાથે આપણા શાસ્ત્રોમાં વાસ્તુ શાસ્ત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.
જે ઘરથી શરૂ કરીને ઓફિસ અને દુકાન દરેક જગ્યાએ લાગુ પડે છે. જો કોઈ વ્યક્તિ દરેક કાર્ય વાસ્તુ શાસ્ત્રને અનુસરીને કરે છે તો તેના દરેક કામ સફળ થાય છે અને કોઈ અવરોધ પણ આવતો નથી. જોકે તેનાથી વિપરીત વાસ્તુ નું પાલન ના કરવા પર ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને દુકાન અથવા ઓફિસમાં કયા પ્રકારની દેવી દેવતાઓની તસવીર લગાવવી ના જોઈએ, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે આ પ્રકારની તસવીરો ઓફિસ અથવા દુકાનમાં લગાવશો તો તમારો ધંધો ઠપ થઈ શકે છે.
જે રીતે ઘરમાં મંદિરનું નિર્માણ કરતી વખતે વાસ્તુ નું ધ્યાન રાખવામાં આવે છે. એજ રીતે ઓફિસ અથવા દુકાનમાં મંદિર નિર્માણ કરતી વખતે પણ કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. આમાં કરવામાં આવેલી એક નાનકડી ભૂલ પણ મોટા અવરોધ સમાન બની જાય છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો તેમની ઓફિસ અથવા દુકાનમાં બનાવવામાં આવેલ પૂજા ઘરમાં લક્ષ્મી માતા, સરસ્વતી માતાની તસવીરો સ્થાપિત કરતા હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઓફિસ અથવા દુકાનમાં દેવી દેવતાઓ બેઠેલી મુદ્રામાં હોય એવી તસવીર સ્થાપિત કરવી અશુભ માનવામાં આવે છે, તેનાથી તમારો ધંધો ઠપ થવાના ચાન્સ વધી જાય છે.
જો તમે સરસ્વતી માતાની બેઠેલી અવસ્થામાં હોય એવી તસવીર પૂજાઘર માં સ્થાપિત કરો છો તો તેના લીધે તમારી બુદ્ધિ, વિવેકને નુકસાન થાય છે. આ સાથે તમે યોગ્ય નિર્ણય પણ લઈ શકતા નથી.
આજ ક્રમમાં જો તમે ગણેશજીની બેઠેલી તસવીર ઘરમાં સ્થાપિત કરી દો છો તો તેના લીધે પણ દેવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારો ધંધો એકદમ નબળો પડી શકે છે. તેથી તમારે હંમેશા ગણેશજી સહિત લક્ષ્મી માતા અને સરસ્વતી દેવીની ઊભી હોય એવી તસવીર દુકાન અથવા ઓફિસમાં આવેલ પૂજાઘર માં સ્થાપિત કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે તમે જે જગ્યાએ ઓફિસમાં પૂજાઘર બનાવ્યું છે ત્યાં અંધાળું ના હોય તેની કાળજી લેવી જોઈએ. આ સાથે પૂજાઘર ની આજુબાજુ ભેજ ના લાગે તેની પણ સાવધાની રાખવી જોઈએ. કારણ કે જો પૂજાઘર માં ભેજ લાગશે તો તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો તમારો ધંધો સારો ચાલી રહ્યો નથી અને સતત નુકસાન આવી રહ્યું છે તો તમે ધંધાની જગ્યાએ કપૂર સળગાવી શકો છો. કારણ કે તેનાથી બધી જ નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને તમારો ધંધો બમણી ગતિએ આગળ વધવા લાગે છે.