20230809 213439

તમારા ઘરની આજુબાજુ અડધી રાત્રે કુતરાઓ ભસે તો થઈ શકે છે આવા બનાવો.

ધાર્મિક

મિત્રો તમે પણ સાંભળ્યું હશે કે અડધી રાતે કૂતરા ભસવા લાગે છે જે આપણી આસપાસ ની ખુલ્લી જગ્યામાં અથવા તો શેરી માં ભસવા લાગે છે. કૂતરા ભસવાનું કારણ હોય છે કે તેનમે પૂરતું ખાવાનું ન મળ્યું હોય. તેમનું પેટ ખાલી હોવાના કારણે પણ કૂતરા સતત ભસ્યા કરે છે.

તે પોતાના સ્વજનોની યાદમાં પણ રડયા કરે છે. ઘણા કૂતરા તો પોતાના બચ્ચા વગેરે મૃત થયા છે તો તેમની યાદમાં પણ રડયા કરે છે. માણસ જ નહીં પરંતુ કૂતરા અને પશુ પક્ષીઓ ને પણ સ્વજનોની યાદ આવે છે. ઘણા ગલૂડિયા રસ્તામાં મળી જાય છે તેની યાદમાં પણ રડતા હોય છે.

ઘણીવાર એવું બને છે કે વાહનની નીચે આવીને કૂતરા મરી જાય છે આથી તેમની યાદમાં વાહનો પાછળ દોડવા લાગે છે. તેમના સ્વજનોની યાદમાં રોયા કરે છે. જ્યારે તેમને કોઈ ઇજા થઇ હોય અને માણસો દ્રારા તેમને મારવામાં આવ્યા હોય અને સતત બે કૂતરા લડતા હોય ત્યારે ભસ્યા કરે છે.

તે પણ એક જીવ છે અને તેમને પણ વાગે છે આથી તેમની પ્રત્યે દયા રાખવી જોઈએ તેમને ક્યારેય મારવા ન જોઈએ. જ્યારે કોઇપણ વ્યક્તિ ના મુત્યુ નો ભાસ થાય ત્યારે અથવા તો પૃથ્વી પરથી યમરાજ કોઈને લઇ જતા હોય ત્યારે સૌથી પહેલા કૂતરાઓને દેખાય છે આથી તેઓ ભસતા હોય છે.

કોઈપણ વ્યક્તિ મરી ગયું હોય તેની પાછળ જોર જોર થી ભસતા હોય છે. જ્યારે કૂતરાઓને ભૂત પ્રેત દેખાય અથવા તો તેનો ભાસ થાય ત્યારે પણ કૂતરા ભસવા લાગે છે. આથી અવનવા કારણો ને કારણે કૂતરા સતત ભસતા જોવા મળે છે.

જો તમે આવી જ માહિતી દરરોજ જોવા અને મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. ધન્યવાદ.